સંતરામપુરના ખેડાપામાં 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો:સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને, લાભાર્થીઓને સ્થળ પર જ યોજનાકીય લાભો અપાયા
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગામ ખાતે 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો. દાહોદ લોકસભા વિસ્તારના સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ થયો હતો. રાજ્ય સરકારનો હેતુ છે કે કોઈ પણ નાગરિક સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે અને પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ આવે.
કાર્યક્રમમાં સાંસદ સહિતના મહાનુભાવો અને અધિકારીઓની હાજરીમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ સરકારી સેવાઓનો લાભ લીધો. પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાય અને પ્રમાણપત્રો સ્થળ પર જ અપાયા. સરકારે યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા જણાવી.
આ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોર અને અન્ય મહાનુભાવોએ સ્વચ્છતા અભિયાન હેઠળ શ્રમદાન કર્યું. તેમણે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ પણ આપ્યો. આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ અને ખેડાપા સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
