Fri, Nov 27, 2026Updated 06:43 AM IST
Google Preferred Source CTA

આડેસર ખાતે પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર શરૂ:ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ‘આત્મા’ પ્રોજેક્ટ અંતર્ગત FPO દ્વારા નવી પહેલ

રાપર, કચ્છ (ભુજ )2 મહિનો પેહલા
Loading advertisement...

વાગડમાં પ્રાકૃતિક ખેતી વધારવા અને ખેડૂતોને ઝેરમુક્ત ઉપજના સારા ભાવ મળે તે માટે આડેસર ખાતે ‘પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’ શરૂ કરાયું છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા (ATMA) યોજનાના સહયોગથી ‘આડેસર વિસ્તાર ખેત ઉત્પાદન પ્રોડ્યુસર કંપની લિમિટેડ’ (FPO) તેનું સંચાલન કરશે.

Loading advertisement...

કેન્દ્રનું ઉદ્ઘાટન SPNF એસોસિયેશનના કચ્છ જિલ્લા સંયોજક દેવશીભાઈ પરમાર અને FPOના ડિરેક્ટર્સના હાથે થયું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના રાપર તાલુકા પ્રોજેક્ટ મેનેજર બીપીનભાઈ માકડિયા પણ હાજર હતા. દેવશીભાઈ પરમારે ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતીના ફાયદા અને ખેડૂતોને સીધા નફા વિશે વાત કરી. બીપીનભાઈ માકડિયાએ સરકારી સહાય અને તાલીમ વિશે માહિતી આપી. FPO સંચાલકોએ જણાવ્યું કે, રાસાયણિક ખાતર વગર પકવેલા દેશી અનાજ, કઠોળ અને અન્ય ખેત પેદાશો હવે લોકોને એક જ જગ્યાએથી મળશે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો