Thu, Nov 26, 2026Updated 05:48 AM IST
Google Preferred Source CTA

ભાસ્કર એક્સક્લુસિવ:ધોળાવીરાને દેશના ટોચના સ્મારકોમાં ‘કેટેગરી-A’નો દરજ્જો

ભુજ2 મહિનો પેહલા
Loading advertisement...

ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા 8 સપ્ટેમ્બર 2026 ના રોજ ‘પ્રાચીન સ્મારક તથા પુરાતત્વિય સ્થળ અને અવશેષ (સુધારા) નિયમો, 2026’ અંગેનું નવું ડ્રાફ્ટ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

Loading advertisement...

આ નવા નિયમો હેઠળ કચ્છના વિશ્વપ્રસિદ્ધ હડપ્પીય નગર ધોળાવીરા (પ્રાચીન સ્થળ કોટડા)ને દેશના અતિ મહત્વના 30 સ્મારકો ધરાવતી ‘શ્રેણી ક’ (Category ‘A’) ની રાષ્ટ્રીય યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આ નિર્ણયથી ધોળાવીરા હવે તાજમહેલ, લાલ કિલ્લા અને હમ્પી જેવા દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સ્મારકોની હરોળમાં મુકાઈ ગયું છે.

આ નોટિફિકેશન પ્રસિદ્ધ થવાથી ધોળાવીરા અને તેની આસપાસના વિસ્તારમાં સંરક્ષણ, ગેરકાયદેસર બાંધકામ પર રોક, પ્રવેશ ફી અને પ્રવાસી વહીવટના કાયદાકીય ધોરણો હવે વધુ સખત બનશે. ગુજરાતના પાવાગઢ ચંપાનેર સ્મારક અને રાણી-કી-વાવ પણ એ કેટેગરીમાં સામેલ છે.

Loading advertisement...

આ ગેઝેટ શું છે અને કાયદાકીય પ્રક્રિયા કેવી રીતે ચાલશે?

  • મૂળ કાયદો અને નવો સુધારો: કેન્દ્ર સરકારે વર્ષ 1959 ના મૂળ નિયમોની ‘બીજી અનુસૂચિ’ (Rule 6) ના સ્થાને નવી સંશોધિત અનુસૂચિ દાખલ કરવા માટે આ સુધારા નિયમો, 2026 ઘડી કાઢ્યા છે.
  • બનાવવામાં આવેલી બે મુખ્ય શ્રેણીઓ: નવા નોટિફિકેશનમાં દેશના સંરક્ષિત સ્મારકોને બે ભાગમાં વહેંચાયા છે — ભાગ-1 હેઠળ દેશના 30 અતિ મહત્વના સ્મારકોને Category ‘A’ માં અને ભાગ-2 હેઠળ અન્ય 136 સ્મારકોને Category ‘B’ માં રાખવામાં આવ્યા છે.
  • 45 દિવસનો સમયગાળો: આ ડ્રાફ્ટ નિયમો સત્તાવાર ગેઝેટમાં પ્રસિદ્ધ થયાના 45 દિવસ સુધી દેશના નાગરિકો કે અસરગ્રસ્ત લોકો પોતાના વાંધા અને સૂચનો ડાયરેક્ટર જનરલ, ASI (નવી દિલ્હી) ને મોકલી શકશે. ત્યારબાદ આ નિયમો આખરી રીતે અમલી બનશે.

ગેઝેટ મુજબ ગુજરાતના તમામ 8 સ્મારકોની યાદી 2026 ના આ નવા ગેઝેટ નોટિફિકેશનની બીજી અનુસૂચિમાં ગુજરાતના કુલ 8 સ્મારકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતના શ્રેણી ‘ક’ (Category ‘A’) સ્મારકો પાવાગઢ ચંપાનેર સ્મારક, જિલ્લો પંચમહાલ.રાણી-કી-વાવ, જિલ્લો પાટણ.

- પ્રાચીન સ્થળ કોટડા, (ધોળાવીરા) જિલ્લો કચ્છ.

ગુજરાતના શ્રેણી ‘ખ’ (Category ‘B’) સ્મારકો (કુલ 5): મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા.

બૌદ્ધ ગુફાઓ, જૂનાગઢ. અશોકના શિલાલેખ, જૂનાગઢ. ખાપરા કોડિયા ગુફાઓ, જૂનાગઢ.અડાલજ વાવ, ગાંધીનગર.

ધોળાવીરામાં હવે શું બદલાશે અને કયા નિયમો પાળવા પડશે?

1959ના મૂળ નિયમો અને 2026 ના ગેઝેટ સુધારાના આધારે ધોળાવીરા ક્ષેત્રમાં નીચે મુજબના કાયદાકીય ફેરફારો થશે.

  • બાંધકામ અને ખનન પર કડક પ્રતિબંધ | સ્મારકની સીમા પાસેના પ્રતિબંધિત વિસ્તાર (Prohibited Area) માં કોઈપણ નવું બાંધકામ કે ખનન થઈ શકશે નહીં. નિયંત્રિત વિસ્તાર (Regulated Area) માં કોઈપણ નિર્માણ કે રિપેરિંગ માટે કેન્દ્ર સરકાર અને ASI ની પૂર્વ મંજૂરી તથા લાયસન્સ લેવું ફરજિયાત રહેશે.
  • પ્રવેશ ફી અને વહીવટી માળખું | Category ‘A’ નો દરજ્જો મળવાથી ધોળાવીરા ખાતે પ્રવેશ ફીનું માળખું (કેશલેસ અને કેશ ટિકિટના દર) તથા પ્રવાસી સુવિધાઓ શ્રેણી ‘ક’ ના સુધારા ધોરણો મુજબ સંચાલિત થશે.
  • પરિસરની કાયદાકીય શિસ્ત | સ્મારક વિસ્તારમાં કેન્દ્ર સરકારની લેખિત મંજૂરી વિના સભાઓ, પાર્ટી કે કાર્યક્રમો યોજી શકાશે નહીં. સ્મારકને નુકસાન પહોંચાડવું, ખોરાક રાંધવો, વેચાણ કે જાહેરાતો કરવી, કચરો નાખવો તેમજ વાહનો કે પ્રાણીઓને અનિયંત્રિત રીતે લઈ જવા પર મનાઈ રહેશે.
  • શૂટિંગ અને ફોટોગ્રાફી લાયસન્સ: વ્યવસાયિક ફિલ્મિંગ/શૂટિંગ માટે ASI ના મહાનિર્દેશકની પૂર્વ મંજૂરી, નિયત ફી અને લાયસન્સ લેવાનું રહેશે.
.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો