Sat, Nov 28, 2026Updated 09:59 AM IST
Google Preferred Source CTA

રોડ પર ગાયને બચાવવા જતા બાઇક પટકાઈ:સમૂહ લગ્નોત્સવમાં જઈ રહેલા પિતા-પુત્રનાં મોત, લુણી-વડાલા રોડ પર અકસ્માત

જગદીશ પરમાર | ગાંધીધામ12 દિવસ પેહલા
Loading advertisement...

મુન્દ્રામાં રોડ પર ગાય આડી આવતા તેને બચાવવા જતા બાઇક રોડ પર પટકાઈ હતી. જેથી બાઈકમાં સવાર પિતા-પુત્રના મોત થયા છે. અંજાર તાલુકાના સિનુગ્રા ગામના 40 વર્ષીય કાનજી દેવજી માંગલિયા અને તેમનો 8 વર્ષના પુત્ર રુદ્રનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. બંને બાઇક પર સવાર હતા. મુન્દ્રાના લુણી ગણેશ મંદિરમાં સમાજ તરફથી સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું હતું. તેમાં હાજરી આપવા કાનજીભાઈ પુત્ર રુદ્ર સાથે સિનુગ્રાથી લુણી જઈ રહ્યા હતા.

Loading advertisement...

ગઈકાલે મોડી સાંજે તેઓ લુણી-વડાલા રોડ પર પહોંચ્યા ત્યારે અચાનક ગાય રસ્તા પર આડી આવી હતી. ગાયને બચાવવાનો પ્રયાસ કરતાં કાનજીભાઈએ બાઇક પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી અકસ્મત થયો હતો. જેમાં પિતા-પુત્ર રોડ પર ફંગોળાયા હતા. બંનેના માથામાં ગંભીર ઇજા થઈ હતી. તેમને સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેનાં મોત થયાં હતાં.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો