Tue, Nov 24, 2026Updated 10:23 PM IST
Google Preferred Source CTA

નડિયાદમાં રીક્ષામાં ગાંજો લઈ જતા શખ્સને પોલીસે પકડ્યો:120 ગ્રામ ગાંજો, રોકડ અને મોબાઈલ સહિત રૂ. 65,650નો મુદ્દામાલ કબજે; પેટલાદના સપ્લાયરનું નામ ખુલ્યું

નડિયાદ4 દિવસ પેહલા
Loading advertisement...

નડિયાદ શહેરના કબ્રસ્તાન ચોકડીથી અમદાવાદી દરવાજા તરફ જતા માર્ગ પર કબીર કોમ્પલેક્ષ નજીક એન્ટી નાર્કોટીક્સ વિંગની ટીમે ગુરુવારની રાત્રે ગાંજાની હેરાફેરી કરતા 31 વર્ષીય શખ્સને 65,650 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.

Loading advertisement...

ખેડા નડિયાદ એન્ટી નાર્કોટીક્સ વિંગની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કબીર કોમ્પલેક્ષ પાસે વોચ ગોઠવીને તપાસ કરી હતી. આ દરમિયાન બાતમી મુજબની સીએનજી ઓટો રીક્ષા સાથે હાજર આસિફહુશેન ઉર્ફે મદન ઐયુબહુશેન મલેકને રોકીને તેની તેમજ રીક્ષાની તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન આરોપીના કમરના ભાગેથી સફેદ પ્લાસ્ટીકની બે કોથળીમાં ભરેલો તેમજ નાના જીપવાળા 19 પાઉચમાં રાખેલો વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. એફએસએલ અધિકારીની હાજરીમાં વજન કરતા આ ગાંજાનો જથ્થો 120 ગ્રામ થયો હતો, જેની અંદાજિત કિંમત 6000 રૂપિયા આંકવામાં આવી છે.

પોલીસે ઘટનાસ્થળેથી 6000 રૂપિયાનો 120 ગ્રામ ગાંજો, 50,000 રૂપિયાની સીએનજી ઓટો રીક્ષા, 5500 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન, 4150 રૂપિયા રોકડા તેમજ ડ્રાઈવિંગ લાયસન્સની કલર કોપી અને ખાલી કોથળીઓ તથા પાઉચ સહિત કુલ 65,650 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પકડાયેલા આરોપીની પૂછપરછમાં તેણે આ ગાંજાનો જથ્થો પેટલાદ ખાતે કલાલ પીપળ પાસે આવેલી અર્જુનશાબાબાની દરગાહ નજીક રહેતા રફુચાચા પાસેથી છુટક વેચાણ અર્થે લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. આ મામલે એન્ટી નાર્કોટીક્સ વિંગના પોલીસ ઈન્સ્પેક્ટર બી.ડી. વસાવાની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નારકોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો