ભાસ્કર વિશેષ:ઓપન સ્કુલની પરીક્ષા કાલથી શરૂ થશે, જૂનાગઢમાં 493 છાત્રો 3 સેન્ટરમાં આપશે
જૂનાગઢ3 કલાક પેહલા
Loading advertisement...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂનાગઢ સહિત રાજ્યમાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર દરમિયાન યોજાશે. આ પરીક્ષામાં જૂનાગઢ જિલ્લામાં ધોરણ 10ના 450 અને ધોરણ 12ના 43 મળી કુલ 493 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
Loading advertisement...
શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 માટે આર.જે.કાલરીયા ગર્લ્સ હાઇસ્કૂલ અને ધોરણ 12 માટે કાર્મેલ કોન્વેટ હાઇસ્કૂલ અને કે.જી. ચૌહાણ કન્યા વિદ્યાલય એમ ત્રણ સેન્ટર પર આયોજન કરાયુ છે.
પરીક્ષાનો સમય ધો.10માં સવારે 10:00 થી બપોરે 1:15 વાગ્યા સુધી અને ધો.12 સામાન્ય પ્રવાહમાં સવારે 10:30 થી 1:45 અને બપોરે 3:00 થી 6:15 સુધીનો રહેનાર છે એમ જણાવ્યુ છે.
ધોરણ 10 ટાઇમ ટેબલ
- 30 નવેમ્બર - બેઝીક ગણિત
- 01 ડિસેમ્બર - વિજ્ઞાન
- 02 ડિસેમ્બર - સામાજિક વિજ્ઞાન
- 03 ડિસેમ્બર - ગુજરાતી, હિન્દી, અંગ્રેજી
- 04 ડિસેમ્બર - અંગ્રેજી (દ્વિતીય ભાષા)
- 05 ડિસેમ્બર - ગુજરાતી (દ્વિતીય ભાષા)
- 07 ડિસેમ્બર - હિન્દી (દ્વિતીય ભાષા)
- 08 ડિસેમ્બર - વોકેશનલ કોર્સ વિષયો
ધો. 12 ટાઇમટેબલ
- 30 નવે. - આંકડાશાસ્ત્ર, ભુગોળ
- 1 ડિસે. - અર્થશાસ્ત્ર, સંસ્કૃત
- 2 ડિસે. - વાણિજ્ય વ્યવસ્થા, સમાજ શાસ્ત્ર
- 3 ડિસે. - સહકાર પંચાયત, ગુજરાતી
- 4 ડિસે. - રાજ્યશાસ્ત્ર, ગુજરાતી (દ્વિતીય ભાષા)
- 5 ડિસે. - નામાના મુળ તત્વો, હિન્દી (દ્વિતીય ભાષા)
- 7 ડિસે. - મનોવિજ્ઞાન
- 8 ડિસે. - વોકેશનલ કોર્સ વિષય
.
