જૂનાગઢમાં ખેલ મહાકુંભ 3.0નું આયોજન:23થી 27 એપ્રિલ દરમિયાન અંડર-17 અને ઓપન એજ વેઇટલિફ્ટિંગ સ્પર્ધા યોજાશે
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢના સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ ખાતે રાજ્યકક્ષાની અંડર-17 અને ઓપન એજ વેઇટલિફ્ટિંગ સ્પર્ધા યોજાશે.
અંડર-17 ભાઈઓ માટે 23 એપ્રિલે સાંજે 5 વાગ્યે રિપોર્ટિંગ રહેશે અને સ્પર્ધા 24 એપ્રિલે સવારે 10 વાગ્યે શરૂ થશે. ઓપન એજ ભાઈઓ માટે 24 એપ્રિલે સાંજે 5 વાગ્યે રિપોર્ટિંગ અને 25 એપ્રિલે સવારે 10 વાગ્યે સ્પર્ધા યોજાશે.
અંડર-17 બહેનો માટે 25 એપ્રિલે સાંજે 5 વાગ્યે રિપોર્ટિંગ અને 26 એપ્રિલે સવારે 10 વાગ્યે સ્પર્ધા રહેશે. ઓપન એજ બહેનો માટે 26 એપ્રિલે સાંજે 5 વાગ્યે રિપોર્ટિંગ અને 27 એપ્રિલે સવારે 10 વાગ્યે સ્પર્ધા યોજાશે.
તમામ સ્પર્ધકોએ સ્પર્ધાના દિવસે સવારે 8 વાગ્યે વજન ચકાસણી અને નોંધણી પ્રક્રિયા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે ચિરાગભાઈ ચુડાસમા (8320062343) અથવા રાહુલભાઈ જાપડીયા (8141107674)નો સંપર્ક કરી શકાય છે.
