Mon, Nov 23, 2026Updated 01:51 AM IST
Google Preferred Source CTA

ઉપરકોટ પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો:'એ' ડિવિઝન પોલીસે વાંઝાવાડમાં મકાનનાં તાળાં તોડી ચોરી કરનાર 19 વર્ષના તસ્કરને રોકડ રકમ સાથે પકડી પાડ્યો

જૂનાગઢ2 મહિનો પેહલા
Loading advertisement...

​જૂનાગઢ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ ઝડપથી શોધી કાઢવા માટે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે આધારે 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એ.બી. ચૌધરીની સૂચના અને સતત મોનિટરિંગ હેઠળ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ચોરીમાં ગયેલ રકમ અને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જુનાગઢના વાંઝાવાડ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના અનડીટેક્ટેડ ગુનાનો આખરે ભેદ ઉકેલવામાં આવ્યો છે.

Loading advertisement...

જૂનાગઢ એ ડિવિઝન પોલીસે CCTV ફૂટેજ અને ખાનગી બાતમીના આધારે એક શંકાસ્પદ આરોપીને ઝડપી લીધો છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા એપાર્ટમેન્ટમાં ઘૂસી બે ફ્લેટના તાળા તોડ્યા હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ જણાવ્યું હતું.

તાળાં તોડી કબાટમાંથી રોકડ રકમની ચોરી કર્યાની કબૂલાત વાંઝાવાડ નજીક એક શંકાસ્પદ ઈસમ આંટાફેરા કરતો CCTVમાં દેખાઈ આવ્યો હતો. આ શંકાસ્પદ શખસની ખાનગી રાહે ઓળખ મેળવી તેની શોધખોળ હાથ ધરતાં તે ઉપરકોટ પાસે ઢોરા પરથી મળી આવ્યો હતો. તેને 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશને લાવીને સઘન પૂછપરછ કરતાં, તેણે વાંઝાવાડ વડલીચોક પાસેના એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી તાળાં તોડી કબાટમાંથી રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

​પોલીસે પકડાયેલા આરોપીની વિગતો આપતા જણાવ્યું હતું કે, 19 વર્ષીય સુનીલ ઉર્ફે ફરીયો વેલજીભાઈ ભીખાભાઈ ચારોલીયા (દેવપૂજક), જે જૂનાગઢના ઉપરકોટ રામામંદિર સામેની ગલીમાં રહે છે, તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા 4750/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો