Mon, Nov 23, 2026Updated 09:58 PM IST
Google Preferred Source CTA

ધારાસભ્ય સંજય કોરડીયા સાથે 10 હજારની ઠગાઈનો નિષ્ફળ પ્રયાસ:વોટ્સએપ કોલ પર ખોટી ઓળખ આપી ઓનલાઈન 10,000ની માગણી કરી, PAએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ44 મિનિટ પેહલા
Loading advertisement...

​જૂનાગઢ જિલ્લાના 86-વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય સંજયભાઈ કે. કોરડીયા સાથે ઠગાઈનો નિષ્કોફળ પ્રયાસ કરાયો.અજાણ્યા શખ્સે પોતાની ખોટી ઓળખ આપીને ધારાસભ્ય પાસેથી રૂપિયા દસ હજાર પડાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ મામલે ધારાસભ્યના પી.એ. દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Loading advertisement...

​UPI સ્કેનર મોકલી નાણાંની માગણી કરવામાં આવી આ ઘટના તા. 22/11/2026 ના રોજ રાત્રિના આઠ વાગ્યાના સમયે જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં બની હતી. એક અજાણ્યા ઈસમે વોટ્સએપ કોલ કરીને ખોટો દાવો કર્યો હતો અને ક્લીક હોટલનું ખોટું બહાનું ઘડી કાઢ્યું હતું. ત્યારબાદ આ શખ્સે નાણાકીય છેતરપિંડી કરવાના ઈરાદે UPI સ્કેનર મોકલીને રૂપિયા 10,000 ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું, પરંતુ તેની આ ઠગાઈની કોશિશ નિષ્ફળ રહી હતી.

ધારાસભ્યના PA દ્વારા અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવવામાં આવી ​સમગ્ર મામલે મૂળ વંથલી તાલુકાના ધણફુલીયા ગામના વતની અને હાલ જૂનાગઢના મજેવડી ગેઈટ પાસે મહાસાગર ટ્રાવેલ્સની ઓફિસ પાછળ વનરાજ ફૂડ ફેક્ટરીમાં રહેતા 24 વર્ષીય હર્ષભાઈ લાલજીભાઈ ગોઠીએ રાત્રે કલાકે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા મોબાઇલ ધારક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 319(2) અને 62 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ ગુનાની આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. પી. કે. ઝાલા અને પો.હેડ કોન્સ. પી. ડી. લાવડીયા દ્વારા ચલાવવામાં આવી રહી છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો