Wed, Nov 18, 2026Updated 03:20 PM IST
Google Preferred Source CTA

દિલજીત દોસાંઝ બોલ્યો- 'જય માતાજી, જય ગિરનારી':ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાના દર્શન કર્યા, કહ્યું- 'હું તો સીડીથી ચડીને આવવા માગતો હતો'

જૂનાગઢ46 મિનિટ પેહલા
Loading advertisement...

અમદાવાદમાં 21મીએ યોજાનારી કોન્સર્ટને લઈ પંજાબી સિંગર દિલજીત દોસાંઝ ગુજરાતનો મહેમાન બન્યો છે. મંગળવારે સાસણ ગીરમાં સિંહ દર્શન અને કાઠિયાવાડી થાળીની મોજ માણ્યા બાદ આજે દિલજીત તેની ટીમ સાથે ગિરનાર પર પહોંચ્યો અને અંબાજી માતાજીના દર્શન કર્યા. માતાજીના દર્શન બાદ દિલજીતે કહ્યું- જય માતાજી, જય ગિરનારી. રોપવેમાં અંબાજી સુધી પહોંચેલા દિલજીતે કહ્યું કે, તેની ઈચ્છા તો પગે ચાલીને આવવાની હતી.

Loading advertisement...
રોપવેમાં સવાર થઈ દિલજીત દોસાંઝ ગિરનાર પર પહોંચ્યો.

સવારે અડધા કલાક કરતા વધુ સમય ગિરનાર પર વિતાવ્યો મળતી માહિતી મુજબ પંજાબી સિંગર દિલજીત દોસાંઝ તેની ટીમ સાથે આજે (18 નવેમ્બર) સવારે 8 વાગ્યાના અરસામાં રોપવેમાં સવાર થઈ ગિરનાર પર અંબાજી સુધી પહોંચ્યો હતો. અહીં અંબાજી માતાજીના મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા. ગિરનાર પર આવી દિલજીતે કહ્યું- જય માતા્જી, જય ગિરનારી. સાથે કહ્યું- હું તો પગે ચાલીને ગિરનાર ચડવા માગતો હતો.

ગિરનાર પર દિલજીતે અંબાજી માતાજીના દર્શન કર્યા.
Loading advertisement...

પંજાબી સિંગરને કાઠિયાવાડી ટેસ્ટ દાઢે વળગ્યો છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં ફરીર હેલા દિલજીતે મંગળવારે કાઠિયાવાડી ભોજનની મજા માણી. કાઠિયાવાડી ટેસ્ટ માણતા માણતા ભોજનના વખાણ કરતા જોવા મળ્યો. ગીરની મુલાકાતે રહેલા દિલજીતે સાસણમાં સિંહ દર્શન પણ કર્યા.

સાસણમાં સિંહ દર્શન કરી કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો.

પહેલા મીઠું ખાઈ લેશું તો ખાવાનું કઈ રીતે ખાશું- દિલજીત સોશિયલ મીડિયામાં વાઈરલ એક વીડિયોમાં કાઠિયાવાળી થાળીની મોજ માણી રહેલા દિલજીતને જ્યારે વેઈટર તરફથી શરૂઆતમાં મીઠાઈ પીરસવામાં આવી તો, દિલજીતે કહ્યું કે, ભોજન પહેલા જ મીઠાઈ આવી ગઈ? પહેલા જ મીઠું ખાઈ લેશું તો ભોજન કઈ રીતે લેશું.

કાઠિયાવાડની ધરતી પર ગીત સંગીતની મજા માણી રહેલો દિલજીત.

કાઠિયાવાડી થાળીના ભરપેટ વખાણ કર્યા સૌરાષ્ટ્રના પ્રવાસે ગયેલા દિલજીતે કાઠિયાવાડી થાળીની મજા માણ્યા બાદ કહ્યું કે, તમે ગુજરાત આવ્યા છો અને કાઠિયાવાડી થાળી ખાધી છે તો સ્વાદની ખબર જ હશે. અહીંનુ ખાવાનું ખૂબજ સ્વાદિષ્ટ છે. જો તમે ગુજરાત નથી આવ્યા તો અહીં આવો અને ભોજનનો સ્વાદ માણો.

આ સમાચાર પણ વાંચોઃ ગુજરાતમાં દિલજીત દોસાંઝનો ફીવર, હોટલ-ફ્લાઈટ ભાડામાં 7 ગણા સુધીનો વધારો

21 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝનો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે, જ્યારે 22 નવેમ્બરના રોજ રાજપથ ક્લબમાં પપોન (અંગરાગ મહંતા) અને સવાના પાર્ટી પ્લોટમાં દર્શન રાવલનો કોન્સર્ટ યોજાઈ રહ્યો છે. આ કોન્સર્ટને લઈને દેશભરના શહેરોમાંથી મ્યુઝિક લવર અમદાવાદ આવી રહ્યા હોવાથી ફ્લાઈટ અને હોટલના ભાડામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને કોન્સર્ટના એક દિવસ પહેલાં અને કોન્સર્ટના દિવસે અમદાવાદ આવતા મુસાફરોને સામાન્ય દિવસોની સરખામણીએ ₹3,500 થી ₹8,000 ની ફ્લાઈટ ટિકિટના ₹17,000 થી ₹40,000 સુધી ચૂકવવા પડી શકે છે. આ ઉપરાંત હોટલના એક રૂમનું ભાડું ₹5,000 થી ₹13,000 ને બદલે ₹15,000થી 35,000 સુધી ચૂકવવું પડી શકે છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો