Mon, Nov 16, 2026Updated 02:21 PM IST
Google Preferred Source CTA

જૂનાગઢમાં જાહેરમાં ઘાસચારા વેંચાણ પર પ્રતિબંધ:જાહેર રસ્તા પર ઘાસચારાનું વેચાણ અને ઢોર છોડવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પડાયું

જુનાગઢ2 વર્ષ પેહલા
Loading advertisement...

જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં વાહન ચાલકો અને જાહેર જનતાની સલામતી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત મહાનગરપાલિકાના વિસ્તારોમાં જાહેર માર્ગો, ફૂટપાથ તથા જાહેર સ્થળો પર ઘાસચારાનું વેચાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Loading advertisement...

જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કોઈપણ વ્યક્તિ જાહેર સ્થળોએ ઘાસચારો નાખી શકશે નહીં. સાથે જ માલિકોને તેમના ઢોરને જાહેર રસ્તાઓ પર છોડી મૂકવા કે રખડતા ભટકતા રાખવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ નિયમનો અમલ 3 જૂન, 2025 સુધી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા, 2023ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ પગલું શહેરમાં ટ્રાફિક નિયમન અને લોકોના જાન-માલની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે. આ નિયમથી શહેરની સ્વચ્છતા જળવાશે અને ટ્રાફિકની સમસ્યા પણ ઘટશે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો