Fri, Nov 27, 2026Updated 12:28 PM IST
Google Preferred Source CTA

12 લાખનો પ્લોટ 2.20 લાખમાં હાજી રમકડુને આપી દેવાયો:ભવનાથમાં હવે ડિવાઈડર પર બેસી શકાશે નહીં , રૂા. 20 કરોડના ખર્ચે ડેવલોપિંગ થશે

જુનાગઢ3 દિવસ પેહલા
Loading advertisement...

જુનાગઢ મ્યુનિસિપલ દ્વારા કલાકાર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા હાજી મીર કાસમને બાર લાખના કિંમતના પ્લોટની માત્ર 2.20 લાખમાં ફાળવણી કરવામાં આવી છે.

Loading advertisement...

110 ચોરસ મીટરનો આ પ્લોટ (સુખનાથ ચોક, રથ ખાનાનો ડેલો) અગાઉ એટલે કે 2004 માં ફાળવવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ધાર્મિક સ્થાન હોવાથી બાંધકામ થઈ શકતું ન હતું. હવે 2026 માં 15 દિવસ પહેલા હાજી મીર કાસમ દ્વારા કોર્પોરેશનમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે મને જે પ્લોટ ફાળવવામાં આવ્યો છે તે પ્લોટ સામેની જગ્યાએ ફાળવવામાં આવે. જેથી હું બાંધકામ કરી શકું. પંદર દિવસ પહેલા રજૂઆત કરાઈ હતી અને સ્ટેન્ડિંગ દ્વારા મંજૂર પણ થઈ ગયું હતું. અત્યારે આ પ્લોટ ની કિંમત 12 લાખથી વધુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મનપાએ સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણને તેના ઘર પાસે કરોડોનો પ્લોટ ખૂબ જ ઓછા દરે ફાળવી આપ્યું છે. જેનો વિવાદ પણ થયો હતો આવો જ કિસ્સો હવે જુનાગઢમાં પણ બન્યો છે.

પ્લોટ ફાળવાયો , 2.20 લાખ 2004માં જમા કરાવ્યા હતા વર્ષ 2004માં જ્યારે આ પ્લોટ કલાકાર હાજી મીર કાસમને ફાળવવામાં આવ્યો હતો ત્યારે તેમણે 2.20 લાખ જમા કરાવીને લીધો હતો. પરંતુ બાંધકામ કરાવ્યું ન હતું. અત્યારે 15 દિવસ પહેલા તેમણે એક અરજી કરી હતી કે આ પ્લોટ ની જગ્યા બદલી આપવામાં આવે, જેથી બાંધકામ થઈ શકે , સ્ટેન્ડિંગ દ્વારા આ મંજૂર કરવામાં આવ્યું હોવાથી આ પ્લોટ તેમને ફાળવાયો છે. જેની અત્યારની બજાર કિંમત 12 લાખ થાય છે. > આઈ .આર .વાળા , મ્યુનિસિપલ કમિશનર જુનાગઢ

ભવનાથમાં હવે ડિવાઈડર પર બેસી શકાશે‎નહીં , રૂા. 20 કરોડના ખર્ચે ડેવલોપિંગ થશે‎ જુનાગઢ સ્થાયી સમિતીમાં લેવાયેલા નિર્ણય મુજબ અત્યારે જેમ લોકો ડિવાઈડરની વચ્ચે બેસીને પરિવાર સાથે નાસ્તો કે ભોજન કરી શકે છે તે હવે શક્ય નહીં થાય કારણ કે ડિવાઈડર ને ખૂબ જ નાના કરી નાખવામાં આવશે અને રોડ પહોળા થશે. લોકો પરિવાર સાથે બેસી શકે તે માટે અલગથી જાળી લગાવીને રોડની સાઈડમાં બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે. આ અંતર્ગત ભવનાથ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રૂ. 20કરોડ, શીતળાકુંડ, બ્રહ્મકુંડ, સરસ્વતી કુંડ, પાતાળકુંડ સહિતના પુરાતન કુંડોના ડેવલપમેન્ટ માટે રૂ. 15 કરોડ ફાળવાયા છે.

શિલાલેખ, દત્તચોક ડેવલપ કરાશે સોનાપુરી, અશોક શિલાલેખ, પંજ નાકા ગોળાઈ, ટનલ પછીનો ત્રિકોણ ખૂણો, દત્ત ચોક સહિતના તમામ ચોકને ડેવલોપ કરવામાં આવશે. જેમાં પેઇન્ટિંગ હોર્ડિંગ્સ મારવામાં આવશે, મૂર્તિઓ મૂકાશે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો