Fri, Nov 27, 2026Updated 12:28 PM IST
Google Preferred Source CTA

ડીડીઓના હુકમ ના આધાર-પુરાવા જાહેર કરવા માંગ:મેંદરડામાં 200 ચોરસ વારની જમીન ઉપર દુકાનો બનાવી ભાડું વસૂલાતું હોવાનો આક્ષેપ

મેંદરડા5 દિવસ પેહલા
Loading advertisement...

ગ્રામ પંચાયતની જમીનના જૂના વ્યવહારને લઈને ચાલી રહેલા વિવાદમાં સામાજિક કાર્યકર લલીતભાઈ નારણભાઈ પટોળિયાએ ઉપસરપંચ ચંદ્રેશભાઈ ખૂંટના નિવેદન સામે સવાલો ઉઠાવ્યા છે.

Loading advertisement...

તેમણે જણાવ્યું હતું કે, ઉપસરપંચ 200 ચોરસ વારની જગ્યા ભાડેથી લીધી હોવાનું અને નિયમિત ભાડું ભરતા હોવાનું કહે છે, પરંતુ આ જગ્યા મૂળ મગફળીની ફોતરી નાખવાના હેતુથી ભાડે આપવામાં આવી હતી.

તો ત્યાં દુકાનો બનાવી ભાડું વસૂલવામાં આવે છે તે કેટલા અંશે વ્યાજબી છે? ત્રિકોણ બગીચાની દુકાનો અંગે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, જો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વર્ષ 1982માં ભાડાચિઠ્ઠી રદ કરવામાં આવી હોય તો તેનો સત્તાવાર હુકમ સમગ્ર ગામ સમક્ષ રજૂ કરવામાં આવે. માત્ર નિવેદનો કરવાને બદલે આધાર અને પુરાવા સાથે જવાબ આપવો જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોર્ટનો હુકમ મહાત્મા ગાંધી સ્મારક ટ્રસ્ટના માલિકી હકને રદ કરવા સંબંધિત છે. આ મિલકતની માલિકી ગ્રામ પંચાયતની છે કે ટ્રસ્ટની, તે મુખ્ય મુદ્દો છે. આ બાબતને ભાડાચિઠ્ઠીના મુદ્દા સાથે જોડવાને બદલે સ્પષ્ટતા કરવી જોઈએ.

200 વારનું ભાડું ભરીએ છીએ ચંદ્રેશભાઇ રામજીભાઈ ખૂટે જણાવ્યું કે 200 વાર જગ્યાનું અમે નિયમિત ભાડું ભરીએ છીએ અને બીજું કે અમારી ભાડા ચિઠ્ઠી પંચાયત દ્વારા જે બનાવવામાં આવેલી છે તેના નિયમોમાં ક્યાંય ઉલ્લેખ નથી કે ફકત ફોતરી નાખવા માટે જ ઉપયોગ કરવો સમય પૂર્વ મંજૂરી મેળવી દુકાનો બનાવેલી છે અને કોઈ પણ ને અમે ભાડા ચિઠ્ઠી બનાવી આપેલ નથી ભાડે આપેલી છે એવો તમો આક્ષેપ કરો છો.

જ્યારે કલેક્ટર જુનાગઢ ના હુકમમાં ત્રિકોણીય બગીચાની ભાડા ચિઠ્ઠી 1982માં રદ કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે તમો સાચા હોય તો છેલ્લા 15 કે 20વર્ષ માં કોઈ ભાડું ગ્રામ પંચાયત ને ચૂકવેલ હોય તો એ લોકો સમક્ષ મૂકવું જોઈએ.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો