Wed, Nov 18, 2026Updated 07:51 AM IST
Google Preferred Source CTA

જામનગરના રબ્બાની પાર્કમાં મકાનમાંથી 576 ગ્રામ ગાંજો ઝડપાયો:SOGના દરોડામાં રૂ.33,800ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ

જામનગર10 કલાક પેહલા
Loading advertisement...

જામનગર શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત એસ.ઓ.જી. પોલીસે મોરકંડા રોડ પર આવેલા રબ્બાની પાર્ક વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. રહેણાક મકાનમાંથી 576 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે ગાંજાની કિંમત રૂ.28,800 અને મોબાઇલ ફોનની કિંમત રૂ.5,000 મળી કુલ રૂ.33,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Loading advertisement...

બાતમીના આધારે મકાનમાં દરોડો પોલીસને બાતમી મળી હતી કે, મોરકંડા રોડ પર રબ્બાની સોસાયટીની શેરી નંબર-7માં મકાન નંબર-8માં રહેતો ગુલામહાજી મમદગોસ શેખ પોતાના મકાનમાં બહારથી ગાંજો મંગાવી તેનું વેચાણ કરે છે.

576 ગ્રામ ગાંજો અને મોબાઇલ ફોન કબજે બાતમીના આધારે SOGની ટીમે મકાનમાં દરોડો પાડતાં ગુલામહાજી મમદગોસ શેખ પાસેથી 576 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે રૂ.28,800ની કિંમતનો ગાંજો અને રૂ.5,000નો મોબાઇલ ફોન મળી કુલ રૂ.33,800નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો આ મામલે આરોપી વિરુદ્ધ જામનગર સીટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસે આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી SOGના PI વી.જે. રાઠોડ, PSI એલ.એમ. ઝેર, PSI એ.વી. ખેર સહિતની ટીમે કરી હતી.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો