રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાય અચાનક જામનગરની મુલાકાતે પહોંચ્યા:નાર્કોટિક વિંગની ટીમ પર હુમલામાં ઘાયલ પોલીસકર્મીના ખબર-અંતર પૂછ્યા
જામનગર34 મિનિટ પેહલા
Loading advertisement...
રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાય અચાનક જામનગરની મુલાકાતે પહોંચ્યા છે. જી.જી. હોસ્પિટલ ખાતે હુમલામાં ઘાયલ પોલીસકર્મી દિવ્યરાજસિંહ જાડેજાના ખબર-અંતર પૂછ્યા હતા.
Loading advertisement...
ગત તા.22ના રોજ બાલાજી પાર્ક-3 ખાતે નાર્કોટિક વિંગની ટીમ પર 4 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં પોલીસ કર્મીને માથાના ભાગે ગંભીર ઈજા અને આંગળીમાં ફ્રેક્ચર થયું હતું.
DIG નિર્લિપ્ત રાય જામનગરની કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરશે, ગુનેગારો સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. DIG નિર્લિપ્ત રાય સાથે ASP પ્રતિભા,DYSP જયવીરસિંહ ઝાલા PI જે.બી ચૌધરી, SOG PI વી.જે. રાઠોડ,ANW વિંગના PI ધવલ પટેલ,સીટી બી પોલીસ સ્ટેશનના PI રોહિતસિંહ ડોડીયા જીજી હોસ્પિટલ ખાતે હાજર રહ્યા હતા.
.
