Mon, Nov 16, 2026Updated 02:22 PM IST
Google Preferred Source CTA

લાલપુરમાં આહીર સમાજે સ્નેહમિલન યોજ્યું:સન્માન સમારોહ, રાસોત્સવ અને સમૂહ ભોજનમાં સાંસદ પૂનમબેન માડમ સહિતના આગેવાનો હાજર રહ્યા

સાગરભાઈ ટંકારીયા | લાલપુર, જામનગર6 કલાક પેહલા
Loading advertisement...

લાલપુર શહેર અને તાલુકાના આહીર સમાજે સામાજિક એકતા અને સમરસતાના ઉદ્દેશ્ય સાથે સ્નેહમિલન યોજ્યું. કાર્યક્રમમાં સન્માન સમારોહ, રાસોત્સવ અને સમૂહ ભોજનનું આયોજન કરાયું હતું. સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં જામનગરનાં સાંસદ પૂનમબેન માડમ, લાલપુર-જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા. સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ અને વિવિધ ગામોના સરપંચો પણ હાજર રહ્યા હતા.

Loading advertisement...

સન્માન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓ, નવા સરકારી કર્મચારીઓ, ચૂંટાયેલા સભ્યો અને વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓનું સન્માન કરાયું હતું.

Loading advertisement...

મહેમાનોએ આહીર સમાજની એકતા, શિક્ષણના વ્યાપ અને સંગઠન શક્તિ વિશે વાત કરી હતી. આગેવાનોએ યુવાનોને શિક્ષણ અને વ્યવસાય ક્ષેત્રે આગળ વધવા કહ્યું હતું.

સમાજના લોકોએ સાથે સમૂહ ભોજન લીધું હતું. રાત્રે પરંપરાગત રાસોત્સવ યોજાયો હતો. લોકકલાકારોની સાથે સમાજના ભાઈઓ-બહેનોએ રાસ-ગરબા કર્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા લાલપુર આહીર સમાજના યુવા કાર્યકરો અને આયોજક સમિતિએ મહેનત કરી હતી. અંતે આયોજકોએ મહેમાનો અને સમાજના લોકોનો આભાર માન્યો હતો.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો