દિયોદર-જેતડા હાઈવે પર કારે બાઈકને અડફેટે લેતાં યુવકનું મોત:લવાણાનો યુવક પિતાને લેવા જઈ રહ્યો હતો, રસ્તામાં કાળ ભરખી ગયો
દિયોદર9 કલાક પેહલા
Loading advertisement...
દિયોદર-જેતડા હાઈવે પર લવાણા ગામની સીમમાં કરશનપુરા પાટિયા પાસે રોંગ સાઈડમાં પૂરઝડપે આવતી કારે બાઈકને ટક્કર મારતાં લવાણાના યુવકનું મોત નીપજ્યું હતું.
Loading advertisement...
પિતાને લેવા રાંટીલા જઈ રહેલા યુવકને અકસ્માત નડ્યો હતો. ગંભીર ઈજાઓ થતાં મહેસાણા લઈ જતી વખતે પાલનપુર નજીક તેનું મોત થયું હતું. લાખણી તાલુકાના લવાણા ગામના રમેશભાઈ માનાભાઈ રાજપુત (સિયોડ) 13 નવેમ્બરે સાંજે 7:30 વાગ્યે બાઈક નંબર GJ-24-AB-6457 લઈને પિતાને લેવા રાંટીલા જઈ રહ્યા હતા.
દરમિયાન કરશનપુરા પાટિયા પાસે રોંગ સાઈડમાં ગફલતભરી રીતે પૂરઝડપે આવતી કાર નંબર GJ-05-JK-5080 ના ચાલકે બાઈકને ટક્કર મારી હતી.
અકસ્માતમાં રમેશભાઈને માથા, હાથ-પગ અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. સ્થાનિક હમીરભાઈ ચૌહાણે તેમને ખાનગી વાહનમાં જેતડા પહોંચાડ્યા હતા. ત્યાંથી 108 મારફતે થરાદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.
.
