Mon, Nov 16, 2026Updated 02:39 PM IST
Google Preferred Source CTA

ઉનાના માણેકચોકમાં જૂના ધંધાની અદાવતમાં યુવક પર હુમલો:ચાર શખ્સોએ પાઇપથી કારના કાચ તોડ્યા;પીઠ અને જમણા હાથમાં ઇજા;ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

જયેશ ગોંધિયા | ઉના3 દિવસ પેહલા
Loading advertisement...

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના માણેકચોકમાં જૂના મચ્છીના ધંધાની અદાવતમાં યુવક પર લોખંડના પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ યુવકની કિયા સેલ્ટોસ કારના કાચ પણ તોડી નાખ્યા હતા. આ મામલે ભોગ બનનાર યુવકે 4 શખ્સો સામે ઉના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

Loading advertisement...

લોખંડના પાઇપથી હુમલો કરતા યુવક ઇજાગ્રસ્ત માણેકચોકમાં રહેતા મહંમદ સાબીર ચોરવાડા મચ્છીનો ધંધો કરે છે. 11 નવેમ્બરની રાત્રે તેઓ વાળ-દાઢી કરાવવા ઘરેથી ગયા હતા અને 12 નવેમ્બરની રાત્રે આશરે 1 વાગ્યે પોતાની કિયા સેલ્ટોસ કાર સાથે માણેકચોકમાં ઊભા હતા. તે સમયે ગામના જીણા મકવાણા, માસુમ કાસમાણી, રીયાજ મેમણ અને સાજીદ ઉર્ફે સજુ પટેલ દિવેચા ત્યાં આવ્યા હતા. જીણા મકવાણાએ લોખંડના પાઇપથી હુમલો કરતા સાબીર ઘર તરફ ભાગ્યા હતા, પરંતુ આરોપીએ ત્યાં પણ પહોંચીને ફરી હુમલો કરતા સાબીરને પીઠ અને જમણા હાથમાં ઇજા થઈ હતી.

કારમાં તોડફોડ અને ₹ 5,500 ગાયબ થયાની ફરિયાદ ફરિયાદમાં જણાવ્યા મુજબ, સાજીદ પટેલ, રીયાજ અને માસુમે સાબીરની કિયા સેલ્ટોસ કારના કાચ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત કારમાં ગેસની બોટલ પાસે રાખેલા ₹ 5,500 પણ મળ્યા ન હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. અગાઉ પણ જીણા, માસુમ અને રીયાજે સાબીરના ઘર પાસે જઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે.

યુવકને વધુ સારવાર માટે વેરાવળ ખસેડાયો ઘટનાની જાણ થતાં સાબીરે 112 અને 108 ઇમરજન્સી સેવાને ફોન કર્યો હતો. ત્યારબાદ પરિવારજનો સાબીરને સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેમને વેરાવળ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ચારેય આરોપીઓ સામે મારામારી, વાહનમાં તોડફોડ, જાનથી મારી નાખવાની ધમકી અને જાહેરનામાના ભંગ સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો