વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેનમાં 2 જનરલ કોચ વધશે:રાજકોટથી 1 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધી સુવિધા, કુલ કોચ 11થી વધીને 13 થશે
અનિશ રાચ્છ | ગીર સોમનાથ (વેરાવળ)24 દિવસ પેહલા
Loading advertisement...
પશ્ચિમ રેલવેએ ભાવનગર મંડળમાંથી પસાર થતી વેરાવળ-રાજકોટ દૈનિક પેસેન્જર ટ્રેનમાં 2 વધારાના જનરલ કોચ જોડવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 59422/59421માં આ સુવિધા મુસાફરો માટે વધારાની બેઠક ઉપલબ્ધ કરાવશે.ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે 2 કોચ જોડાયા પછી ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા 11 થશે.ટ્રેનમાં 2 એસએલઆરડી કોચ સહિત કુલ કોચની સંખ્યા 11થી વધીને 13 થશે. મુસાફરોને વધુ બેઠકો મળશે.
Loading advertisement...
રાજકોટથી આ વધારાના કોચની સુવિધા 1 નવેમ્બર, 2026થી 31 જાન્યુઆરી, 2027 સુધી રહેશે. વેરાવળથી આ સુવિધા 2 નવેમ્બર, 2026થી 1 ફેબ્રુઆરી, 2027 સુધી મળશે.
મંડળ રેલવે પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને આ સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું છે.
.
