Thu, Nov 19, 2026Updated 04:38 PM IST
Google Preferred Source CTA

વેરાવળનાં ગાયનેક તબીબ ડો. મુદ્રિકાબેન ત્રિવેદીનું નિધન:સ્વાધ્યાય પરિવારના વિચારો લોકો સુધી પહોંચાડવા જીવન સમર્પિત કર્યું

અનિશ રાચ્છ | ગીર સોમનાથ (વેરાવળ)41 મિનિટ પેહલા
Loading advertisement...

વેરાવળનાં વરિષ્ઠ ગાયનેક તબીબ અને સ્વાધ્યાય પરિવારનાં કાર્યકર ડો. મુદ્રિકાબેન ત્રિવેદીનું નિધન થયું છે. તેઓ M.B., M.D.D.G.O. ગોલ્ડ મેડલ લિસ્ટ હતાં.

Loading advertisement...

સ્વાધ્યાય પરિવારના ચંદ્રેશ જોશીએ શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું કે વેરાવળ અને જૂનાગઢ જિલ્લામાં ગાયનેક તબીબોની અછત હતી ત્યારે ડો. મુદ્રિકાબેને જનસેવાને જીવનનું લક્ષ્ય બનાવી સેવા આપી હતી.

Loading advertisement...

તેમણે સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગજી શાસ્ત્રી દાદાના માણસ-માણસ અને માણસ-ભગવાન વચ્ચેના સંબંધના વિચારોને જનસેવા સાથે જોડ્યા હતા. આ વિચારો ઘર-ઘર અને કુટુંબો સુધી પહોંચાડવા ઉપરાંત ગુજરાત, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગામડાઓમાં પણ કામ કર્યું હતું.

ચંદ્રેશ જોશીના જણાવ્યા મુજબ, ડો. મુદ્રિકાબેને ઘર, હોસ્પિટલ અને વ્યવસાયિક હિતોની પરવા કર્યા વિના દાદાના વિચારોને જીવન સમર્પિત કર્યું હતું.

તેમના રહેઠાણે, વેરાવળ બસ સ્ટેશન સામે, અંતિમ દર્શન રાખવામાં આવ્યાં હતાં. અંતિમયાત્રામાં સ્વાધ્યાય પરિવારના સભ્યો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા લોકો જોડાયા હતા.

અંતિમયાત્રા વેરાવળના બસ સ્ટેન્ડથી શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. લોકો પુષ્પાંજલિ આપવા અને અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા.

સ્વાધ્યાય પરિવારના સભ્યોએ શોક વ્યક્ત કરતાં કહ્યું કે ડો. મુદ્રિકાબેનના જીવનના ધ્યેય અને કાર્યને પોતાના જીવનમાં ઉતારી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કરશે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો