સોમનાથ ગેટવે હોટેલને'બેસ્ટ મિડ-રેન્જ હોટેલ ઓફ ધ યર' એવોર્ડ મળ્યો:ઇન્ડિયા ટુરિઝમ એન્ડ ટેકનોલોજી સમિટ 2026માં પર્યટન અને આતિથ્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સન્માન
અનિશ રાચ્છ | ગીર સોમનાથ (વેરાવળ)2 મહિનો પેહલા
Loading advertisement...
તાજેતરમાં દિલ્હી નજીક ગુરુગ્રામની હયાત રિજન્સી હોટલ ખાતે ઇન્ડિયા ટુરિઝમ એન્ડ ટેકનોલોજી સમિટ અને એવોર્ડ 2026નો સમારોહ યોજાયો. આમાં સોમનાથ ગેટવે હોટેલને પર્યટન, આતિથ્ય, સેવા અને ટેકનોલોજી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે 'બેસ્ટ મિડ-રેન્જ હોટેલ ઓફ ધ યર'નો એવોર્ડ મળ્યો.
Loading advertisement...
આ કાર્યક્રમમાં દેશભરના પર્યટન, આતિથ્ય અને ટેકનોલોજી ક્ષેત્રના ઉદ્યોગકારો, નેતાઓ અને નિષ્ણાતો હાજર રહ્યા. હોટેલ વતી ચિરાગ કારિયાએ એવોર્ડ સ્વીકાર્યો.
ધ સોમનાથ ગેટવે હોટેલના મેનેજમેન્ટે જણાવ્યું કે, આ સન્માન માત્ર હોટેલ માટે જ નહીં, પરંતુ સમગ્ર સોમનાથ શહેર માટે ગર્વની વાત છે. આ એવોર્ડ ગુણવત્તાયુક્ત સેવા અને આરામ આપવાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
સોમનાથ ગેટવેએ તાજેતરમાં આતિથ્ય ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. હોટેલ મહેમાનોને સારો અને આરામદાયક અનુભવ આપવા સતત પ્રયત્નશીલ છે.
.
