Sun, Nov 22, 2026Updated 09:01 PM IST
Google Preferred Source CTA

બદલીમાં છૂટા ન થયેલા પ્રાથમિક શિક્ષકોને કાર્યમુક્ત કરવા આદેશ:મહેકમની અછતને કારણે અટકેલી બદલીની પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના; DPEOને તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ

1 મહિનો પેહલા
Loading advertisement...

ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની બદલીના મુદ્દે શિક્ષણ વિભાગે મહત્વની સૂચના જાહેર કરી છે. બદલીના આદેશો થયા હોવા છતાં મહેકમની અછતને કારણે જે શિક્ષકોને હાલની શાળામાંથી છૂટા કરવામાં આવ્યા નથી, તેમને છૂટા કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. આ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓને પરિપત્ર મોકલીને સૂચનાનો અમલ કરવા જણાવાયું છે.

Loading advertisement...

નિયમ મુજબ કાર્યવાહી કરવા સૂચના વિભાગની સૂચનામાં શિક્ષકોની બદલીની પ્રક્રિયા દરમિયાન શાળાઓમાં મહેકમની સ્થિતિ અને શિક્ષકોની અછતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને 50 ટકા મહેકમની જોગવાઈને ધ્યાનમાં રાખીને છૂટા ન થયેલા શિક્ષકોના કિસ્સાઓમાં નિયમ મુજબ કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે.

શિક્ષકોની ઉપલબ્ધતા મુજબ નિર્ણય લેવાનો રહેશે શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાના અધિકારીઓને બદલીના આદેશોનો અમલ થાય અને સંબંધિત શિક્ષકોને છૂટા કરવાની પ્રક્રિયા આગળ વધે તે માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. આ સૂચનાથી મહેકમની અછતના કારણે અટકેલી બદલીના અમલ અંગે ફરી કાર્યવાહી થવાની શક્યતા છે. જો કે, શિક્ષકોને છૂટા કરવાની પ્રક્રિયા દરમિયાન શાળાઓમાં શિક્ષકોની ઉપલબ્ધતા અને લાગુ પડતી જોગવાઈને ધ્યાનમાં રાખી નિયમ મુજબ નિર્ણય લેવાનો રહેશે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો