Fri, Nov 27, 2026Updated 06:11 PM IST
Google Preferred Source CTA

TAT(HS)ની પરીક્ષામાં 30,000 પરીક્ષાર્થી ફેલ થતા હોબાળો:રાજ્યભરમાંથી પરીક્ષાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા, બંને પેપરના માર્ક જાહેર કરવા અને પરિણામની નિષ્પક્ષ તપાસની માંગ

ગાંધીનગર11 દિવસ પેહલા
Loading advertisement...

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે ચર્ચાનો વિષય બનેલી 'ટાટ હાયર સેકન્ડરી' (TAT-HS) મુખ્ય પરીક્ષાના પરિણામને લઈ ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરીક્ષાના પરિણામમાં 30 હજાર પરીક્ષાર્થીઓ નાપાસ થતાં રાજ્યભરમાંથી પરીક્ષાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં સેક્ટર-21 ખાતે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ સામે ઉગ્ર વિરોધ નોંધાવી સત્તાધીશોને આવેદનપત્ર પાઠવ્યું હતું અને બંને પેપરના માર્ક જાહેર કરવાની સાથે પરિણામની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી.

Loading advertisement...

47 હજારમાંથી માત્ર 16 હજાર પરીક્ષાર્થીઓ પાસ આ મહત્વપૂર્ણ પરીક્ષા માટે રાજ્યભરમાંથી અંદાજે 47 હજાર જેટલા લાયક ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જોકે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં આશ્ચર્યજનક સ્થિતિ સર્જાઈ છે, જેમાં આશરે 30 હજાર જેટલા પરીક્ષાર્થીઓ નાપાસ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે માત્ર 16 હજાર પરીક્ષાર્થીઓ જ સફળ થયા છે.

પરિણામ સામે પરીક્ષાર્થીઓમાં ભારે રોષ આટલી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ નાપાસ થતાં અને ગુણવત્તાસભર વિદ્યાર્થીઓ તેમજ ગોલ્ડ મેડાલિસ્ટ અને પીએચ.ડી ધારકોના પરિણામો પણ અપેક્ષિત ન આવતા પરીક્ષાર્થીઓમાં ભારે આશ્ચર્ય અને રોષ ફેલાયો છે. આ અંગે પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે, પરીક્ષામાં બેઠેલા તેજસ્વી અને અનુભવી શૈક્ષણિક સ્ટાફનું પરિણામ ખૂબ જ નીચું અને અપેક્ષાઓ વિપરીત આવ્યું છે.

'દરેક પરીક્ષાર્થીની ઉત્તરવહી અને આન્સર કી જાહેર થાય' પરીક્ષાર્થીઓએ આવેદનપત્ર પાઠવી માંગ કરી છે કે, TAT-HS મુખ્ય પરીક્ષાના બંને પેપરોના માર્ક અલગ-અલગ જાહેર કરવામાં આવે. દરેક ઉમેદવારની ઉત્તરવહી અને આન્સર કી જાહેર થાય. તેમજ મૂલ્યાંકન પદ્ધતિ અને તેના ચોક્કસ નિયમો સ્પષ્ટ કરવામાં આવે. આ સાથે જ પેપર-1 આપનાર અને નાપાસ થયેલા પરીક્ષાર્થીઓને તેની વિગતવાર માહિતી આપવાની માંગ કરાઈ છે.

'રાજ્ય પરીક્ષા બોર્ડ ત્વરીત અને નિષ્પક્ષ તપાસ કરે': ડો. ભાવેશ પારેખ આ સમગ્ર વિરોધ પ્રદર્શન અંગે પ્રતિક્રિયા આપતા પરીક્ષાર્થી ડો. ભાવેશ પારેખે જણાવ્યું હતું કે, અમે ખૂબ જ મહેનતથી પરીક્ષા આપી હતી, પરંતુ પરિણામમાં આવેલા આંકડાકીય વિસંગતતાઓ અને અણધાર્યા માર્કને કારણે ઉમેદવારોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયો છે. રાજ્ય પરીક્ષા બોર્ડે આ મામલે ત્વરીત અને નિષ્પક્ષ તપાસ કરી ઉમેદવારોના હિતમાં સાચો નિર્ણય કરવો જોઇએ.

રાજ્ય પરીક્ષા બોર્ડે યોગ્ય કાર્યવાહી અને તપાસની ખાતરી આપી હાલ તો પરીક્ષાર્થીઓ વિરોધ અને રજૂઆતના પગલે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી અને તપાસની ખાતરી આપવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં આ અંગે શું નિર્ણયો લેવાય છે તેના પ સૌની નજર ટકેલી છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો