Tue, Nov 24, 2026Updated 05:03 AM IST
Google Preferred Source CTA

મનપા ચૂંટણી માટે ભાજપે કવાયત તેજ કરી:પ્રભારી-સહપ્રભારી સહિત 7 નેતાઓને જવાબદારી, MLA અમિત શાહને તો પૂર્વ ડેપ્યુટી મેયર જતીનભાઈને સહ પ્રભારી બનાવાયા

2 મહિનો પેહલા
Loading advertisement...

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને ભાજપે સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી છે. ચૂંટણીની કામગીરીને સુવ્યવસ્થિત રીતે આગળ વધારવા માટે પ્રભારી, સહપ્રભારી, સંયોજક અને સહસંયોજકોની નિમણૂક કરવામાં આવી છે. ગાંધીનગર મનપાની ચૂંટણી માટે અમદાવાદ એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહને ચૂંટણી પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે અમદાવાદ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલને ચૂંટણી સહપ્રભારી બનાવવામાં આવ્યા છે.

Loading advertisement...

ચૂંટણીને લઈને ભાજપે અનુભવી નેતાઓની ટીમ મેદાનમાં ઉતારી ચૂંટણીની સમગ્ર પ્રક્રિયામાં સરકાર અને સંગઠન વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલને ચૂંટણી પ્રભારી તથા રાજ્યકક્ષાના મંત્રી સંજયભાઈ મહીડાને ચૂંટણી સહપ્રભારી તરીકે જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરના પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણાને ચૂંટણી સંયોજક બનાવવામાં આવ્યા છે. જ્યારે ગાંધીનગર મનપાના પૂર્વ મેયર હિતેશભાઈ મકવાણા અને પૂર્વ નગરસેવક સુરેશભાઈ મહેતાને ચૂંટણી સહસંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આમ, ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે અનુભવી નેતાઓની ટીમ મેદાનમાં ઉતારી છે અને હવે સંગઠનાત્મક કામગીરી તથા ચૂંટણીની તૈયારીઓને વધુ વેગ મળવાની શક્યતા છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો