Sat, Nov 28, 2026Updated 02:37 AM IST
Google Preferred Source CTA

ગાંધીનગરમાં બેંકના નામે ઠગાઈ:ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઇન્ટ રિડીમ કરવાના ચક્કરમાં યુવકને 50 હજારનો ચૂનો લાગ્યો

ગાંધીનગર6 કલાક પેહલા
Loading advertisement...

ગાંધીનગરના એક યુવકને સાયબર ઠગોએ રિવોર્ડ પોઇન્ટ રિડીમ કરવાના બહાને બનાવટી લિંક મોકલી ઓનલાઈન પ્રક્રિયા કરાવી ક્રેડિટ કાર્ડમાંથી 50 હજાર ઉપાડી લેવાની ઘટના સામે આવી છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Loading advertisement...

ફરિયાદી કંપનીમાં બિઝનેસ એનાલિસ્ટ તરીકે ફરજ બજાવે છે ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય અશ્વિન અશોકભાઈ પાંડે કુડાસણ સ્થિત ધ વિઝ્યુલાઈઝર કંપનીમાં બિઝનેસ એનાલિસ્ટ તરીકે ફરજ બજાવે છે. તે છેલ્લા ચારેક વર્ષથી ઇન્ડસ બેંકનું ક્રેડિટ કાર્ડ વાપરે છે, જેની મર્યાદા રૂ. 1,37,00 છે અને તેમાંથી તેણે આશરે રૂ. 33,000નો ઉપયોગ કર્યો હતો.

ફરિયાદીને મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અશ્વિન ઓફિસમાં હતો ત્યારે તેના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને ઇન્ડસ બેંકમાંથી બોલતો હોવાનું જણાવી વિશ્વાસ કેળવવા માટે તેનું પૂરું નામ, માતાનું નામ તથા પાનકાર્ડના છેલ્લા ચાર આંકડા પણ સાચા જણાવ્યા હતા. ત્યારબાદ ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઇન્ટ રિડીમ કરવાની વાત કરી ગૂગલ પર લિંક ખોલવા સૂચના આપી હતી.

ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 50 હજાર કપાઈ ગયા આ સૂચના મુજબ અશ્વિને વેબસાઈટ ખોલીને નામ, સરનામું અને ક્રેડિટ કાર્ડની વિગતો ભરી હતી. આ દરમિયાન તેના ફોન પર બે ઓટીપી આવ્યા હતા. જે દાખલ કરતા ઇનવેલિડ બતાવ્યું હતું. ત્યારબાદ ત્રીજો ઓટીપી આવ્યો હતો જેમાં રૂ.50 હજારની રકમ દર્શાવેલી હોવાથી તેણે તે સબમિટ કર્યુ ન હતો તેમ છતાં તેમના ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 50 હજાર કપાઈ ગયા હોવાનો મેસેજ આવ્યો હતો.

ટોલ ફ્રી નંબર 1930 પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી આખરે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું ધ્યાને આવતા અશ્વિને તાત્કાલિક સ્ટેટ સાયબર સેલના ટોલ ફ્રી નંબર 1930 પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી તેમજ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ઈ-અરજી પણ કરી હતી. આ અંગે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો