Sat, Nov 28, 2026Updated 02:59 PM IST
Google Preferred Source CTA

30 નવેમ્બરથી શરૂ થઈ 9 ડિસેમ્બર સુધી પરીક્ષા ચાલશે:ઓપન સ્કૂલની પરીક્ષાના કેન્દ્રો બહાર 100 મીટર વિસ્તાર પ્રતિબંધિત કરાયો

ગાંધીનગર9 કલાક પેહલા
Loading advertisement...

ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) દ્વારા આગામી 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર દરમિયાન યોજાનારી ધોરણ- 10 અને 12ની પરીક્ષાને પગલે ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

Loading advertisement...

પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા અને પરીક્ષાર્થીઓને શાંતિપૂર્ણ વાતાવરણ મળી રહે તે હેતુથી પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ દુકાનો અને મશીનો બંધ રાખવા સહિતના નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ આ હુકમ કરવામાં આવ્યો છે. જે મુજબ પરીક્ષાના દિવસોમાં પરીક્ષા કેન્દ્રોની ચારે તરફ 100 મીટરની ત્રિજ્યામાં આવતી જાહેર જગ્યાઓ અને વિસ્તારો પ્રતિબંધિત જાહેર કરાયા છે.

પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલી ઝેરોક્ષની દુકાનો માટે પણ 100 મીટરનો વિસ્તાર પ્રતિબંધિત રહેશે. આ વિસ્તારમાં પરીક્ષાર્થીઓ અને પરીક્ષા સંદર્ભે ફરજ બજાવતા અધિકૃત કર્મચારીઓ સિવાય અન્ય બિનઅધિકૃત વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહીં.

Loading advertisement...

પરીક્ષા દરમિયાન પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઇલ ફોન, પેજર, ઇલેક્ટ્રિક ડાયરી, સ્માર્ટ વોચ સહિતનાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

પરીક્ષાર્થીઓનું ધ્યાન ભંગ થાય કે તેમના લેખનકાર્યમાં અડચણ ઊભી થાય તેવી પ્રવૃત્તિઓ કરવા પર પણ પ્રતિબંધ રહેશે. પરીક્ષામાં ચોરી કરવાના કે કરાવવાના ઇરાદે પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે અન્ય સાધનો લઈ જવા સામે પણ કાર્યવાહી થઈ શકશે.

આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આસપાસની ઝેરોક્ષ દુકાનોમાં ઝેરોક્ષ મશીન કે ફેક્સ મશીન ચાલુ રાખી શકાશે નહીં. પાન-બીડીના ગલ્લા અને ચા-પાણીનાં કેન્દ્રો ચાલુ રાખવા, ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા, જાહેર વાહનવ્યવહારને અડચણ થાય તે રીતે વાહનો પાર્ક કરવા તેમજ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.

પરીક્ષા સ્થળે કોઈપણ પ્રકારનું હથિયાર લઈ જવાની પણ મનાઈ રહેશે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો