દ્વારકાધીશ મંદિરમાં બાયોડિગ્રેડેબલ થેલીઓ વહેંચાઈ:GPCB અને મંદિર વહીવટીતંત્રે વેપારીઓ-યાત્રાળુઓને પ્લાસ્ટિકના નુકસાન વિશે સમજાવ્યું
વૃંદાબેન પાઢિયા | ઓખા, દ્વારકા ખંભાળિયા11 દિવસ પેહલા
Loading advertisement...
દ્વારકાને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), જામનગર દ્વારા મંદિર પરિસરમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
Loading advertisement...
કાર્યક્રમમાં વેપારીઓ અને યાત્રાળુઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન વિશે સમજાવવામાં આવ્યું હતું. મકાઈના સ્ટાર્ચમાંથી બનેલી 100 બાયોડિગ્રેડેબલ ઇકો-ફ્રેન્ડલી થેલીઓનું વિતરણ કરાયું હતું.
મંદિરના વહીવટદાર અને દ્વારકાના SDMએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવવા અપીલ કરી હતી.
ગૌવંશ અને પર્યાવરણના હિતમાં દ્વારકાને પ્લાસ્ટિક મુક્ત રાખવા વેપારીઓ, યાત્રાળુઓ અને નાગરિકોને સહયોગ આપવા અપીલ કરાઈ હતી.
.
