દ્વારકા પોલીસે 24 ખોવાયેલા મોબાઈલ શોધી માલિકોને પરત કર્યા:‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં ₹3.43 લાખના ફોન સોંપાયા
આનંદભાઈ લાલ | ખંભાળિયા, દ્વારકા ખંભાળિયા8 દિવસ પેહલા
Loading advertisement...
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ખોવાયેલા 24 મોબાઈલ ફોન શોધી તેમના મૂળ માલિકોને પરત કર્યા. ફોનની કુલ કિંમત આશરે ₹3,43,500 છે.
Loading advertisement...
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ ટીમે CEIR પોર્ટલની મદદથી ફોન શોધ્યા હતા.
પોલીસે આ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને સોંપ્યા.
.
