Mon, Nov 16, 2026Updated 02:25 PM IST
Google Preferred Source CTA

ચોમાસા પછી ઘાટ માર્ગો‎પર વધતું જોખમ‎:ડાંગના ઘાટ માર્ગો સુરક્ષિત બન્યા, 200 કિ.મી. માર્ગો પર જંગલ કટિંગ સંપન્ન

વઘઈ25 દિવસ પેહલા
Loading advertisement...

ડાંગ જિલ્લાના ડુંગરાળ અને ઘાટ માર્ગો પર મુસાફરી વધુ સુરક્ષિત બને તે માટે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), આહવા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિભાગ દ્વારા 200 કિલોમીટરથી વધુ માર્ગો પર જંગલ કટિંગ અને સાઈડ કટિંગની કામગીરી પૂર્ણ કરાઈ છે, જ્યારે 100 કિલોમીટરથી વધુ માર્ગો પર ગેરુ-ચૂનો અને સ્ટ્રક્ચર પેઇન્ટિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

Loading advertisement...

ડાંગ જિલ્લો ડુંગરાળ વિસ્તાર હોવાથી ચોમાસા બાદ માર્ગોની બંને બાજુ ઝાડી-ઝાંખરા મોટા પ્રમાણમાં ઉગી નીકળે છે, જેના કારણે તીવ્ર વળાંકો પર સામેથી આવતા વાહનો દેખાતા નથી અને અકસ્માતનો ભય રહે છે. આ સ્થિતિને ધ્યાને રાખી વિભાગે યુદ્ધના ધોરણે કટિંગ કામગીરી કરી રસ્તાઓને ખુલ્લા અને વિઝિબલ બનાવ્યા છે.

સાથે જ રાત્રિ અને ધુમ્મસભર્યા વાતાવરણમાં વાહનચાલકોને માર્ગની સ્પષ્ટ દિશા મળે તે માટે વૃક્ષો, પેરાપેટ વોલ, કોઝવે, સી.ડી. વર્ક્સ સહિતની સંરચનાઓ પર સફેદ ચૂનો અને ગેરુ લગાવવામાં આવ્યો છે.

આ કામગીરીથી ઘાટ માર્ગો પર વિઝિબિલિટીમાં નોંધપાત્ર વધારો થયો છે, જેનાથી અકસ્માતો નિવારી શકાશે અને પ્રવાસીઓ તથા સ્થાનિકો માટે સુરક્ષિત યાતાયાત સુનિશ્ચિત થશે.

ચોમાસા પછી ઘાટ માર્ગો પર વધતું જોખમ ડાંગના ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદ બાદ રસ્તાની બંને બાજુ ઝાડી-ઝાંખરાં વધવાથી તીવ્ર વળાંકો પર સામેથી આવતા વાહનો દેખાતા બંધ થઈ જાય છે. શિયાળાની શરૂઆતમાં વહેલી સવારે અને રાત્રે ઘાટ માર્ગો પર ધુમ્મસ છવાઈ જતાં અકસ્માતનો ભય રહે છે. વન વિભાગ અને માર્ગ-મકાન વિભાગના આ પગલાથી રાત્રિ મુસાફરી વધુ ભયમુક્ત બનશે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો