રેતી ભરેલા ડમ્પરમાં આગ લાગી:સૂર્યાઘોડા પાટિયા પાસે ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ
અમિત પટેલ | છોટા ઉદેપુર2 કલાક પેહલા
Loading advertisement...
બોડેલીના સૂર્યાઘોડા પાટિયા પાસે ગત રાત્રે રેતી ભરેલા ડમ્પરમાં આગ લાગી હતી. ડ્રાઈવર અને ક્લીનર સમયસર નીચે ઉતરી જતાં બંનેનો બચાવ થયો હતો.
Loading advertisement...
ડમ્પર ડભોઈ તરફ જઈ રહ્યું હતું. સૂર્યાઘોડા પહોંચતા તેમાં આગ લાગી હતી. બોડેલી ફાયર ફાઈટરને જાણ થતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ બુઝાવી હતી.
આગમાં ડમ્પર બળીને ખંડેર થઈ ગયું હતું. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
.
