સાળંગપુર પ્રાથમિક શાળામાં મહિલા સુરક્ષા અને બાળ અધિકારો પર કાર્યક્રમ:સેવા એ જ સંકલ્પ અભિયાન અંતર્ગત સરકારી યોજનાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતી અપાઈ
બોટાદ જિલ્લાની સાળંગપુર પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકારના 'સેવા એ જ સંકલ્પ' અભિયાન હેઠળ આ કાર્યક્રમ સમાજમાં સુરક્ષા, જાગૃતિ અને સશક્તિકરણ વધારવા માટે હતો.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષા, બાળ અધિકારો અને સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી અપાઈ. ૧૮૧ અભયમ હેલ્પલાઇન અંગે પણ જાણકારી આપવામાં આવી.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ DHEW બોટાદના કર્મચારીઓ, વન સ્ટોપ સેન્ટરના પ્રતિનિધિઓ અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે માર્ગદર્શન આપ્યું. DHEWના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટરે વ્હાલી દીકરી, વિધવા સહાય, ગંગાસ્વરૂપ પુનઃલગ્ન સહાય અને મહિલા સ્વાવલંબન યોજના જેવી અમલમાં મુકાતી યોજનાઓ સમજાવી.
આ ઉપરાંત, કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું.સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓના હેતુ, લાભ અને પાત્રતા અંગે માહિતી આપવામાં આવી હતી
આ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ મહિલાઓ અને દીકરીઓ સુધી પહોંચે તથા તેઓ આર્થિક અને સામાજિક રીતે સશક્ત બની શકે તે અંગે સમજણ આપવામાં આવી હતી આ ઉપરાંત, વન સ્ટોપ સેન્ટર (OSC)ના પેરા લીગલ કર્મચારી દ્વારા સેન્ટરની કામગીરી અને મહિલાઓને ઉપલબ્ધ કરાવવામાં આવતી સહાય સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઘરેલુ હિંસા સહિતની મુશ્કેલ પરિસ્થિતિઓમાં મહિલાઓ કાયદાકીય માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને જરૂરી સહાય કેવી રીતે મેળવી શકે તે અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ બાળકોના અધિકારો અને તેમના રક્ષણ માટેના કાયદાઓ અંગે પણ વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા
મહિલા સુરક્ષા અને બાળ સંરક્ષણ અંગે જાગૃતિ કેળવવાના પ્રયાસરૂપે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા હેલ્પલાઇનની કામગીરી, તેનો ઉપયોગ અને મહિલાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓ અંગે સમજ આપવામાં આવી હતી. ઘરેલુ હિંસા કે અન્ય મુશ્કેલીનો સામનો કરતી મહિલાઓ ૧૮૧ હેલ્પલાઇનનો સંપર્ક કરીને માર્ગદર્શન અને જરૂરી મદદ મેળવી શકે છે તે અંગે જાણકારી આપવામાં આવી હતી.
કાર્યક્રમના ભાગરૂપે શાળામાં અભ્યાસ કરતા અને વિવિધ સ્પર્ધાઓ તેમજ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે વધુ પ્રગતિ કરે, તેમનામાં આત્મવિશ્વાસ વધે અને તેઓ પોતાની પ્રતિભાને ઉજાગર કરી શકે તેવા ઉમદા હેતુથી આ પહેલ કરવામાં આવી હતી
બોટાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ મહિલા સશક્તિકરણ, બાળ સુરક્ષા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ બની રહ્યો હતો.
