Fri, Nov 27, 2026Updated 10:18 AM IST
Google Preferred Source CTA

ભાવનગરની નવી ઊંચાઈ, સ્વચ્છ સર્વેક્ષણમાં ઝળક્યું શહેર:ગત વર્ષ કરતાં 10 ક્રમની છલાંગ, સ્વચ્છ સર્વેક્ષણમાં દેશમાં 4થો રેન્ક

ભાવનગર10 દિવસ પેહલા
Loading advertisement...

ભાવનગર મહાનગરપાલિકા સ્વચ્છતા બાબતે દિન-પ્રતિદિન વધુ સક્રિય બનતા તેની નોંધ પણ ભારત સરકારે લીધી છે.

Loading advertisement...

કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતા સ્વચ્છ સર્વેક્ષણનું પરિણામ જાહેર થતાં ભાવનગર મહાનગરપાલિકાએ ત્રણ લાખ થી દસ લાખની વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં ગત વર્ષ કરતાં 10 ક્રમની છલાંગ લગાવી સમગ્ર દેશમાં 4થો નેશનલ રેન્ક હાંસલ કર્યો છે. જ્યારે રાજ્યની ત્રણ થી દસ લાખની વસ્તી ધરાવતા મહાનગરોમાં અવ્વલ ક્રમાંક મેળવ્યો છે.

વર્ષ 2025-26માં કરેલા સ્વચ્છ સર્વેક્ષણનું પરિણામ નવી દિલ્હી ખાતેથી દેશના રાષ્ટ્રપતિના હસ્તે જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ભાવનગર મહાનગરપાલિકાએ ત્રણથી દસ લાખની વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં સમગ્ર દેશમાં 4થા નેશનલ રેન્કની સિદ્ધિ મેળવી છે.

ગત સ્વચ્છ સર્વેક્ષણ 2024 માં ભાવનગર મહાનગરપાલિકાએ આ જ કેટેગરીમાં 14 મો નેશનલ રેન્ક મેળવ્યો હતો જેમાં નોંધપાત્ર સુધારો થઈ 4થો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. જે ભાવનગર કોર્પોરેશન માટે ગૌરવપ્રદ બાબત છે.

Loading advertisement...

એટલું જ નહીં પરંતુ, ભાવનગર કોર્પોરેશને સ્વચ્છ સર્વેક્ષણમાં દેશના તમામ શહેરોમાં 16 મો નેશનલ રેન્ક મેળવ્યો છે. જે ગત વર્ષે 53 મો રેન્ક હતો. તેમજ ગુજરાત રાજ્યમાં ત્રીજો રેન્ક મેળવ્યો છે. ત્રણ લાખ થી દસ લાખની વસ્તી ધરાવતા મહાનગરોમાં ગુજરાત રાજ્યમાં ભાવનગર કોર્પોરેશન પ્રથમ ક્રમાંકે છે.

સ્વચ્છ સર્વેક્ષણમાં કુલ 10,500 માર્કમાંથી ભાવનગર કોર્પોરેશનને 92.4% સાથે 9,700.27 માર્ક મળ્યા છે. તેમાં પણ ગત વર્ષની તુલનામાં ખૂબ જ સુધારો જોવા મળ્યો છે. ગત વર્ષે કુલ 12,500 માર્કમાંથી 10,416 માર્કસ એટલે કે 83.32 % ગુણાંક મેળવ્યા હતા. આમ ભાવનગર કોર્પોરેશને સ્વચ્છતા માટે કરેલી જહેમત સમગ્ર દેશ કક્ષાએ ઝળહળી ઉઠી છે.

3 સ્ટાર રેટિંગ અને વોટર પ્લસ સર્ટિફિકેટ ભાવનગર મહાનગરપાલિકાએ સ્વચ્છ સર્વેક્ષણ 2025-26માં ગાર્બેજ ફ્રી સીટી સર્ટિફિકેશન અંતર્ગત પોતાનું થ્રી સ્ટાર રેટીંગ અને ઓપન ડેફીકેશન ફ્રી સર્ટિફિકેશન અંતર્ગત પોતાનું ઉચ્ચતમ રેટિંગ વોટર પ્લસ સર્ટિફિકેશન આ વર્ષે પણ જાળવી રાખ્યું છે.

ગાંધીનગર અને રાજકોટને પણ પાછળ રાખ્યું સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 માં સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રણ લાખ થી દસ લાખની કેટેગરી ધરાવતા મહાનગરોમાં તો ભાવનગર મહાનગર પ્રથમ ક્રમાંકે છે. પરંતુ સાથોસાથ ગાંધીનગર અને રાજકોટને પણ પાછળ રાખ્યું છે. ભાવનગર કોર્પોરેશનને 9,700.27 માર્કસ આવ્યા છે જ્યારે ગાંધીનગરને 9,462 અને રાજકોટને 9,187 માર્કસ આવ્યા છે.

ડોર ટુ ડોર કલેક્શન, જાહેર શૌચાલયમાં 100માંથી 100 સ્વચ્છ સર્વેક્ષણમાં મહત્વના ગણાતા પાસામાં ભાવનગર કોર્પોરેશનને ઉલ્લેખનીય સર્વોચ્ચ માર્કસ મળ્યા છે. તેમાં ડોર ટુ ડોર કલેક્શનમાં આ વર્ષે 100 માંથી 100 માર્કસ મળ્યા છે. જે ગત વર્ષે 97 માર્કસ હતા. તેવી જ રીતે પબ્લિક ટોયલેટમાં ગત વર્ષે 50 હતા જે આ વર્ષે 100, સેગ્રીગેશનમાં ગત વર્ષે 70 હતા જે આ વર્ષે 100 અને વેસ્ટ પ્રોસેસિંગમાં ગત વર્ષે 70 હતા તેમાં પણ આ વર્ષે 100 માંથી 100 માર્કસ મળ્યા છે.

રાત્રી સફાઈ અને વોટર બોડી પર ધ્યાન કેન્દ્રિત સ્વચ્છ સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં 4થા રેન્કની સિદ્ધિ મેળવવા પાછળ ખાસ કરીને ડોર ટુ ડોર કલેક્શન અને માર્કેટ વિસ્તારમાં રાત્રિ સફાઈ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સાથોસાથ ડોર ટુ ડોર કલેક્શનમાં વ્હીકલમાં પણ વધારો કર્યો છે. તેમજ વોટર બોડીની સફાઈ પણ નિયમિત થાય તેવું આયોજન કર્યું છે. > ડો. એન.કે.મીના, મ્યુ. કમિશનર ભાવનગર

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો