Sat, Nov 28, 2026Updated 02:17 PM IST
Google Preferred Source CTA

ભાવનગર LCB અને મહુવા પોલીસનો સપાટો:3 રીઢા બુટલેગરો સામે 'પાસા'નું શસ્ત્ર ઉગામ્યું, અમદાવાદ અને ભુજ જેલભેગા કરાયા

ભાવનગર2 મહિનો પેહલા
Loading advertisement...

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને મહુવા પોલીસે વિદેશી દારૂના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા ત્રણ લિસ્ટેડ બુટલેગરો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે તૈયાર કરાયેલી પાસા દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્ત પર મંજૂરીની મહોર વાગતાં જ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પાસા વોરંટની વિધિવત્ બજવણી કરીને તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ અને ભુજ સ્પેશિયલ જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.

Loading advertisement...

અમરેલી, ભાવનગર અને રાજકોટના 3 શખસો જેલહવાલે વિગતો મુજબ, ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા મહુવા ટાઉન પોલીસ મથક દ્વારા અસામાજિક તત્વો સામે ઝુંબેશ ચલાવીને ઈંગ્લિશ દારૂના વેપારમાં સક્રિય ત્રણ ઈસમો સામે પાસાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્ત ગ્રાહ્ય રાખતાં LCB ટીમે આરોપી અર્જુન મથુરભાઈ સોલંકી (રહે. કથીવદર પરા, તા. રાજુલા, જિ. અમરેલી) ની અટકાયત કરી સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ મોકલી આપ્યો હતો. જ્યારે મહુવા ટાઉન પોલીસે ચકુર માધાભાઈ જોળીયા (રહે. વાડી વિસ્તાર, દુધેરી રોડ, દુધાળા, તા. મહુવા, જિ. ભાવનગર) ને ખાસ જેલ ભુજ તેમજ કેવલ ઉર્ફે પેન્ટર રમેશભાઈ બાંભણીયા (હાલ રહે. પીપલાણા, તા. કોટડા સાંગાણી, જિ. રાજકોટ, મૂળ રહે. નાગેશ્વર કોલોની, જામનગર) ને અમદાવાદ સાબરમતી જેલ ખાતે પાસા હેઠળ ધકેલી દીધા હતા.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો