Thu, Nov 26, 2026Updated 08:57 PM IST
Google Preferred Source CTA

ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:ભાવનગર LCBએ રૂ. 3.26 લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપ્યા

ભાવનગર33 મિનિટ પેહલા
Loading advertisement...

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ ગણતરીના દિવસોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. મીણબત્તી સર્કલ પાસેના બંધ મકાનની ગ્રીલ તોડી ચોરી કર્યા બાદ જેલ ગ્રાઉન્ડ નજીક સોના-ચાંદીના દાગીનાનો ભાગ પાડી રહેલા ચાર શખ્સોને LCBએ ઝડપી લીધા છે. પોલીસે દાગીના અને મોપેડ સહિત કુલ રૂ.3,26,800 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે નિલમબાગ પોલીસને સોંપ્યા છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે.

Loading advertisement...

સોના-ચાંદીના દાગીનાનો ભાગ પાડી રહ્યા હતા

આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ ભાવનગર LCBનો સ્ટાફ વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓના શકદારોની તપાસમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, જેલ ગ્રાઉન્ડ પાસે આવેલા બંધ સરકારી ક્વાર્ટર બહાર એક ઝાડ નીચે ચાર શખ્સો GJ-04-BQ-3859 નંબરના મોપેડ સાથે ઊભા છે અને સફેદ તથા ગ્રે રંગની થેલીમાં રહેલા સોના-ચાંદીના દાગીનાનો ભાગ પાડી રહ્યા છે, બાતમીના આધારે LCBની ટીમે સ્થળ પર દરોડો પાડી ચારેય શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દાગીના અને વાહન અંગે કોઈ આધાર-પુરાવા કે બિલ રજૂ કરવા જણાવતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. પરિણામે પોલીસે શક પડતી મિલકત ગણી મુદ્દામાલ કબ્જે કરી ચારેય આરોપીઓની અટકાયત કરી હતી.

મીણબત્તી સર્કલ પાસેની ચોરીની કબૂલાત

Loading advertisement...

પોલીસની સઘન પૂછપરછમાં આરોપીઓએ આશરે નવ દિવસ અગાઉ ભાવનગરના મીણબત્તી સર્કલ પાસે આવેલા એક બંધ રહેણાંક મકાનમાં બહારની બારીની ગ્રીલ તોડી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આરોપીઓ બંધ મકાનની રેકી કર્યા બાદ મોડી રાત્રે બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા. આ મામલે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે,

આરોપીના નામ અને સરનામા

પકડાયેલા આરોપીઓમાં અજય અતુલભાઇ પંચાળા ઉ.વ.28, જીગર ઉર્ફે માટલો ડાયાભાઇ ઉર્ફે જાનીભાઇ સોલંકી ઉ.વ.20, ગોપાલ ઉર્ફે તીલીમીલી વિજયભાઇ પંચાળા ઉ.વ.22 અને સંજય ઉર્ફે ગાંડી વિજયભાઇ પંચાળા ઉ.વ.20 નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ભાવનગરના ગધેડિયા મેદાન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે, જ્યારે મૂળ લાઠી અમરેલી અને નર્મદગામ ભાવનગરના વતની છે.

ઝડપાયેલા આરોપીઓ અને ગુનાહિત ઇતિહાસ

પોલીસ રેકોર્ડ મુજબ અજય પંચાળા સામે અગાઉ ઘોઘારોડ અને લાઠી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ચાર ગુના, જ્યારે જીગર ઉર્ફે માટલો સામે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી ડાયાભાઇ ઉર્ફે જાનીભાઇ ટેટુભાઇ સોલંકીને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ છે, LCBએ ચારેય આરોપીઓ અને મુદ્દામાલને કાયદેસરની કાર્યવાહી અર્થે નિલમબાગ પોલીસ સ્ટેશન ને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો