ગારિયાધારમાં કાર વોશિંગ ગેરેજમાંથી દારૂ ઝડપાયો:પોલીસે રૂ. 2,700નો દારૂ કબજે કરી માલિકને પકડ્યો
હનીફભાઈ બિલાખીયા | ગારિયાધાર, ભાવનગર2 મહિનો પેહલા
Loading advertisement...
ગારિયાધાર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરી છે. પોલીસે પાલીતાણા રોડ પર વિદ્યાનગર સોસાયટી પાસે આવેલા અમર ઓટો કાર વોશિંગ ગેરેજમાં દરોડો પાડ્યો હતો.
Loading advertisement...
દરોડા દરમિયાન, ગેરેજમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 એમએલની 15 પ્લાસ્ટિકની ચપટીઓ મળી આવી હતી. પોલીસે આ દારૂ કબજે કર્યો હતો, જેની કુલ કિંમત 2,700 રૂપિયા છે.
પોલીસે ગેરેજના માલિક ગોપાલભાઈ રમેશભાઈ કાત્રોડિયા (ઉંમર 28, રહે. પાલીતાણા રોડ, વિદ્યાનગર સોસાયટી, ગારિયાધાર)ને પકડી પાડ્યા હતા. પૂછપરછમાં તેમની પાસે દારૂ રાખવા માટે કોઈ પાસ-પરમિટ ન હોવાનું સામે આવ્યું. ગારિયાધાર પોલીસે પ્રોહિબીશન એક્ટની કલમ 15(એ)(એ) અને 116(બી) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
.
