Tue, Nov 17, 2026Updated 02:39 PM IST
Google Preferred Source CTA

ચડોતરમાં આંજણા ચૌધરી સમાજનું રાષ્ટ્રીય સ્નેહમિલન:દેશભરમાંથી હજારો લોકો જોડાયા; ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકમંચ પર દેખાયા

બનાસકાંઠા (પાલનપુર)1 દિવસ પેહલા
Loading advertisement...

પાલનપુરના ચડોતર ખાતે અખિલ ભારતીય આંજણા ચૌધરી પટેલ સમાજનું રાષ્ટ્રીય સ્નેહમિલન યોજાયું. તેમાં ગુજરાત સહિત દેશભરમાંથી સમાજના હજારો લોકો જોડાયા હતા.

Loading advertisement...

કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ એક મંચ પર જોવા મળ્યા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી પણ સાથે હાજર રહ્યા હતા. રાજસ્થાનના પૂર્વ સાંસદ દેવજી પટેલ સહિતના આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

Loading advertisement...

સમાજની એકતા, સંગઠન અને સામાજિક વિકાસના હેતુથી યોજાયેલા સ્નેહમિલનમાં જિલ્લાના પૂર્વ ધારાસભ્યો સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.

સ્નેહમિલન બાદ ચાર દિવસીય રાષ્ટ્રીય ખેલ મહાકુંભ શરૂ થયો. તેમાં ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, ચેસ અને રસ્સા ખેંચ સહિત પાંચ રમતો શરૂ થઈ.

દેશના 18 રાજ્યોમાંથી અંદાજે 2 હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો. આ આયોજનથી સમાજના યુવાનોને રમતગમતમાં પોતાની પ્રતિભા બતાવવા રાષ્ટ્રીય મંચ મળશે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો