Thu, Nov 26, 2026Updated 07:15 PM IST
Google Preferred Source CTA

સુરપાણેશ્વર મંદિર પરિસરમાંથી રૂ. 5.69 લાખનો ગાંજો ઝડપાયો:મંદિરના પૂજારી સહિત 3ની અટકાયત, મુખ્ય વહીવટકર્તા ફરાર

મોડાસા2 મહિનો પેહલા
Loading advertisement...

મોડાસાના માલપુર તાલુકાના ઉભરાણ ખાતે આવેલા શૂરપાણેશ્વર મહાદેવ મંદિર પરિસરમાંથી માલપુર પોલીસે દરોડો પાડી ₹5.69 લાખની કિંમતનો ગેરકાયદે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.

Loading advertisement...

પોલીસે મંદિર પરિસરમાં વાવેલા ગાંજાના 6 છોડ (વજન 11.397 કિગ્રા) તથા રૂમમાંથી મળેલો 0.87 કિગ્રા સૂકો ગાંજો મળી કુલ ₹5.69 લાખનો માદક પદાર્થ, બે મોબાઇલ સહિત ₹5.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એફ.એસ.એલ. (FSL) અધિકારીની મદદથી પ્રાથમિક પરીક્ષણ કર્યા બાદ માલપુર પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી મંદિરના પૂજારી સહિત ત્રણ લોકોની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય વહીવટકર્તા ફરાર થઈ જતાં તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, મંદિરમાં આવતા સાધુ-સંતોના પીવાના ઉપયોગ માટે આ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

અટકાયત કરાયેલા આરોપી‎ 1. રવિકાંત ઉર્ફે રવિગીરી તેજેન્દ્રસિંહ ખચેડુસિંહ રાણા (ઉં. વ. 45) હાલ રહે: શૂરપાણેશ્વર મંદિર, ઉભરાણ મૂળ રહે: દહેરાદૂન, ઉત્તરાખંડ 2. રૂપસિંહ ઉર્ફે રૂપગીરી મુલ્લાગીરી કલ્લુગીરી કુશવાહ હાલ રહે: શૂરપાણેશ્વર મંદિર, ઉભરાણ મૂળ રહે મધ્યપ્રદેશ 3. સનતકુમાર ઉદયભાનું કોરી હાલ રહે: શૂરપાણેશ્વર મંદિર, ઉભરાણ મૂળ રહે: ગુહેરા, તાલુકો મઉગંજ, મધ્યપ્રદેશ વોન્ટેડ આરોપી (મુખ્ય વહીવટકર્તા): હરદીપગીરી મહારાજ (શૂરપાણેશ્વર મંદિર, ઉભરાણ)

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો