Fri, Nov 27, 2026Updated 12:25 PM IST
Google Preferred Source CTA

ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન રોળાયું:આણંદ જિલ્લામાં બે વર્ષથી એકપણ નવું આવાસ મંજૂર ન થયું, યોજના કાગળ પર

આણંદ2 દિવસ પેહલા
Loading advertisement...

ગરીબ અને ઘરવિહોણા પરિવારોને પાકી છત પૂરી પાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી સરકારની ગ્રામીણ આવાસ યોજના હાલ કાગળ પર જ સીમિત રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. આણંદ જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન એકપણ નવું આવાસ મંજૂર થયું ન હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

Loading advertisement...

કેન્દ્ર સરકાર તરફથી સમગ્ર ગુજરાત રાજ્યમાં નવા આવાસનો લક્ષ્યાંક ફાળવવામાં ન આવ્યો હોવાથી જિલ્લાના સેંકડો બીપીએલ અને કાચા મકાનમાં રહેતા ગરીબ પરિવારોની પાકા મકાનની આશા પર પાણી ફરી વળ્યું છે.

એક તરફ કાચા અને જર્જરિત મકાનોમાં વસતા ગરીબ પરિવારો સરકારની આવાસ યોજના હેઠળ પાકા ઘરની આશા રાખીને બેઠા છે, તો બીજી તરફ નવા આવાસનો લક્ષ્યાંક જ ન મળતા અનેક જરૂરિયાતમંદ પરિવારોની આશા અધૂરી રહી છે.

વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, માત્ર આણંદ જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન કેન્દ્ર તરફથી આ યોજનાનો કોઈ નવો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો નથી, જેના પરિણામે જિલ્લા કક્ષાએ નવા આવાસ મંજૂર કરવાની કામગીરી સંપૂર્ણપણે અટકી પડી છે.

અગાઉ વર્ષ 2024-25માં મંજૂર થયેલા 1422 આવાસમાંથી 327 મકાનોનું હજુ કામ ચાલુ સંબંધિત વિભાગમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, અગાઉ વર્ષ 2024-25માં આણંદ જિલ્લામાં કુલ 1422 આવાસ મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 1095 આવાસનું બાંધકામ પૂર્ણ થયું છે, જ્યારે હજુ પણ327 આવાસનું કામ પ્રગતિ હેઠળ છે. આમ, અગાઉ મંજૂર થયેલા આવાસો પૈકી પણ સેંકડો પરિવારોને પોતાનું મકાન પૂર્ણ થવાની રાહ જોવી પડી રહી છે.

બે વર્ષથી લક્ષ્યાંકના અભાવે ગરીબ અને બીપીએલ પરિવારોની હાલાકી વધી સરકારની આ મહત્ત્વાકાંક્ષી આવાસ યોજનાનો મુખ્ય હેતુ ઘરવિહોણા પરિવારોને સુરક્ષિત અને પાકી છત આપવાનો છે. પરંતુ સતત બે વર્ષથી લક્ષ્યાંકના અભાવે નવા લાભાર્થી પરિવારો યોજનાના લાભથી વંચિત રહેવાની સ્થિતિમાં મુકાયા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બીપીએલ અને કાચા મકાનમાં રહેતા પરિવારો માટે પાકા મકાનનું સ્વપ્ન વધુ લંબાયું છે. ત્યારે હવે રાજ્યમાં નવા આવાસનો લક્ષ્યાંક ક્યારે ફાળવાશે અને ગરીબ પરિવારોને યોજનાનો લાભ ક્યારે મળશે તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો