જાફરાબાદના પોલીસ આવાસમાં મોડી રાત્રે સિંહ આવ્યો:સર્કેશ્વરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ;સુરક્ષા જવાનોના રહેણાંક મકાનો પાસે લટાર
અમરેલી1 કલાક પેહલા
Loading advertisement...
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠે આવેલા સર્કેશ્વર પોલીસ આવાસમાં મોડી રાત્રે એક સિંહ આવ્યો હતો. સુરક્ષા જવાનોના રહેણાંક મકાનો પાસે સિંહ લટાર મારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Loading advertisement...
વીડિયોમાં પોલીસ આવાસના પરિસરમાં સિંહની અવરજવર દેખાય છે. રહેણાંક વિસ્તારમાં સિંહ દેખાતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું.
રાજુલા, જાફરાબાદ અને પીપાવાવના દરિયાકાંઠાના વિસ્તારમાં તેમજ ઔદ્યોગિક એકમો પાસે સિંહોની સંખ્યા વધી રહી છે. તેના કારણે આ વિસ્તારોમાં ગભરાટ ફેલાયો છે.
.
