Quiz banner

ગુજરાતની ચૂંટણીમાં આવું થશે પહેલીવાર!:ચૂંટણીપંચ આ વખતે કઈ નવી બાબતોને લઈને આવશે? જાણો મતદારોને કઈ-ક્યાં અને કેવી સુવિધાઓ મળશે

અમદાવાદ3 મહિનો પહેલા
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

ઘણા લાંબા સમયથી જોવાતી આતુરતાનો અંત આવ્યો છે અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ગુરુવારે ચૂંટણીપંચની પ્રેસ-કોન્ફરન્સમાં જાહેરાત કરાયા મુજબ રાજ્યમાં 1 ડિસેમ્બરે પ્રથમ અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને 12મી સુધીમાં નવી સરકાર બની જશે. હિમાચલપ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જો કે, આ વખતે ગુજરાતની ચૂંટણીઓ દરમિયાન એવી કેટલીક બાબતો છે જેનો ચૂંટણીમાં પહેલીવાર અમલ થવાનો છે. તો જાણો.. રાજ્યની ચૂંટણીમાં કોના માટે શું વિશેષ સુવિધા કરાઈ છે અને કોને શું મળશે.

Loading advertisement...

આ ચૂંટણી કેટલી અલગ છે?
આ ચૂંટણી ગત વખત કરતા સાવ અલગ છે. તેનું સૌથી મોટું કારણ છે- 2017માં ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો, પરંતુ આ વખતે લડાઈમાં AAP પણ સામેલ છે. સાથે જ પાટીદાર આંદોલનની આગ પણ આ વખતે શાંત છે. આંદોલનનો સૌથી મોટો ચહેરો હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાયો છે.

સુવિધા 1: પહેલીવારના વોટર માટે યૂથ ચલાવશે પોલ બૂથ
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે, આ વખતે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં 3.23 લાખ યુવા મતદારો એવા છે જેઓ પહેલીવાર વોટ આપશે. આવા ફર્સ્ટ ટાઈમ વોટર માટે આખા રાજ્યમાં સમર્પિત મતદાનમથક બનશે. આ અંતર્ગત દરેક જિલ્લામાં એક મળીને કુલ 33 જિલ્લામાં આવા 33 યૂથ પોલ બૂથ બનાવવામાં આવશે. આવા મતદાન મથકોનું સંચાલન પણ સૌથી નાની ઉંમરના અને હાલમાં જ ભરતી કરાયેલા કર્મચારીઓ દ્વારા કરાશે. આનો ઉદ્દેશ યુવાનોને એ જણાવવાનો છે કે, તેમણે મતદાન તો કરવાનું જ છે, સાથે ચૂંટણી પ્રક્રિયામાં મેનેજમેન્ટ પણ કરવાનું છે.

સુવિધા 2: પોલ બૂથ સિનિયર સિટિઝન-દિવ્યાંગો પાસે જશે
ચૂંટણીપંચે પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માગે છે, પરંતુ મતદાન બૂથ પર પણ ન આવી શકે, પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે. આ માટે રજિસ્ટ્રેશન કરવા સિનિયર સિટિઝનો તથા દિવ્યાંગોએ ચૂંટણી પંચની કવાડ એપનો ઉપયોગ કરવાનો રહેશે.

સુવિધા 3: દરેક મથકે વેઈટિંગ રૂમ, ટોઈલેટ, રેમ્પની સુવિધા
તમામ મતદાન મથકે પીવાના પાણી, રેમ્પ, ટોઈલેટ, વેઈટિંગ રૂમ જેવી સુવિધા અપાશે, તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. નવો પ્રયોગ- વિશેષ ઓબ્ઝર્વર દરેક મતદાન મથકે રહેશે અને સિનિયર સિટિઝનો, દિવ્યાંગો વગેરે માટે વિશેષ સુવિધાની દેખરેખ રાખશે. આ પાછળનો ઉદ્દેશ મતદાનમાં લોકોને પડતી તકલીફોને મિનિમાઈઝ કરવાનો છે.

સુવિધા 4: વૃદ્ધો-દિવ્યાંગો માટે બેલેટ પેપરની વ્યવસ્થા
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ માટે ચૂંટણી વિભાગના અધિકારીઓ આવા દિવ્યાંગો અને વૃદ્ધોના ઘરે અથવા નિવાસે જઈને તેમની પાસેથી પોસ્ટલ બેલેટ એકત્ર કરશે. આ પ્રક્રિયામાં તટસ્થતાની ખાતરી કરવા માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે.

સુવિધા 5: 'રેડલાઈટ' એરિયામાં જશે મતદાન કર્મચારીઓ
સ્પેસિફાઈડ સેક્સવર્કર્સને પણ આ વખતે ચૂંટણી પ્રક્રિયામાં જોડવા પૂરેપૂરી તૈયારીઓ કરી લેવાઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં રેડલાઈટ એરિયામાં પહોંચીને દિવ્યાંગ, ટ્રાન્સજેન્ડર તથા સેક્સવર્કર્સના મહત્તમ નોમિનેશનનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે. નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO) સાથે મળીને સેક્સવર્કર્સનું મહત્તમ નોમિનેશન કરાશે. તેનાથી રેડલાઈટ વિસ્તારોના લોકોને પણ પ્રતિનિધિત્વ મળશે.

ફેક ન્યૂઝ પર ચાંપતી નજર રાખવામાં આવશે
મુખ્ય ચૂંટણી કમિશનરે મીડિયાને પણ તથ્યો તપાસ્યા પછી સમાચાર પ્રકાશિત કરવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે ફેક ન્યૂઝ પર નિયંત્રણ રાખવામાં આવશે. 2017માં 25 ઓક્ટોબર 2017ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી. પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠક માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠક માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું.

ગુજરાતમાં 100 વર્ષની ઉંમરવાળા 11,800 મતદાર
ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે પ્રેસ-કોન્ફરન્સમાં માહિતી આપતાં કહ્યું હતું કે આ વખતે અમે દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ. ગુજરાતના મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દર 1000 પુરુષની તુલનામાં 934 મહિલા છે. ગુજરાતમાં 11,800 મતદાતા 100 વર્ષની ઉંમર ધરાવે છે.

Loading advertisement...