Thu, Nov 26, 2026Updated 08:57 PM IST
Google Preferred Source CTA

નવરાત્રિ પર ખુલ્લો મુકાયેલો સરખેજ-ગાંધીનગર નવો બ્રિજ અત્યારથી જ ચર્ચામાં:બે-ત્રણ જગ્યાએ તિરાડો દેખાતા તંત્રની કામગીરી પર સવાલ, લોકોની સુરક્ષા રામભરોસે

2 કલાક પેહલા
Loading advertisement...

સરખેજથી ગાંધીનગર જવા માટે લોકોનો સમય બચે અને રસ્તા પર ટ્રાફિક ન નડે એ હેતુથી હમણાં જ એક લાંબો નવો બ્રિજ તૈયાર કરાયો હતો, જેને નવરાત્રીના આગલા દિવસે જ વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો હતો. ખુલ્લો મુકાયા બાદ આ બ્રિજ શરૂઆતથી જ ચર્ચામાં રહ્યો છે પણ હવે અત્યારથી જ બ્રિજ પર બે-ત્રણ જગ્યાએ તિરાડો પડતી હોવાના દ્રશ્યો વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. એક તિરાડ સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીની બરાબર સામે આવેલા પિલર પર જોવા મળી રહી છે, બીજી તિરાડ શપથ ફાઈવ બિલ્ડિંગની સામેના પિલર પર છે અને ત્રીજી તિરાડ શપથ ફાઈવથી થોડા આગળ જઈને બે-ત્રણ પિલર છોડીને આવતા પિલર પર દેખાઈ રહી છે.

Loading advertisement...

લોકોની સુરક્ષા અને તંત્રની કામગીરી બંને પર સવાલ ઉભા કર્યા આ નવો બ્રિજ લોકોને ટ્રાફિકમાંથી ઝડપી રાહત આપવા માટે બન્યો છે, પણ હજુ તો બ્રિજ બન્યાને થોડો જ સમય થયો છે અને તિરાડો પડવા લાગી છે, જે રોજ અવરજવર કરતા લોકો માટે કેટલું મોટું જોખમ છે તેવો સવાલ ઉભો કરે છે. સામાન્ય લોકોમાં એ ચિંતા છે કે નવીન બનેલા બ્રિજમાં આ રીતે તિરાડો દેખાય તો અમારે જીવના જોખમે નીકળવાનું થાય અને કામગીરીમાં ક્યાંક ખામી રહી ગઈ છે.

સરખેજ-ગાંધીનગરના આ નવા બ્રિજ પર અત્યારથી જ દેખાતી તિરાડોએ લોકોની સુરક્ષા અને તંત્રની કામગીરી બંને પર મોટા સવાલ ઉભા કર્યા છે. એક તરફ લોકોને સમય અને ટ્રાફિકમાંથી રાહત મળી છે, તો બીજી તરફ નવા બ્રિજની આવી હાલત લોકોમાં ચિંતા અને ચર્ચાનો વિષય બની છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ તિરાડો મામલે ઝડપી તપાસ કરીને ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો