Fri, Nov 27, 2026Updated 07:30 PM IST
Google Preferred Source CTA

કોઇ સરકારી કાર્યક્રમમાં નહીં જોડાય, ફી કમિટીમાં ફાઇલ નહીં મૂકે:નવા વિધેયક સામે ખાનગી સ્કૂલોના સંચાલકોનું અસહકારનું આંદોલન

અમદાવાદ2 મહિનો પેહલા
Loading advertisement...

નવા વિધેયકથી ખાનગી સ્કૂલોની સ્વાયત્તતા છીનવાતી હોવાના આક્ષેપ સાથે સંચાલક મંડળે અસહકારનું આંદોલન શરૂ કર્યું છે. સંચાલકોએ સ્પષ્ટ કર્યું છે કે, પ્રશ્નો નહીં ઉકેલાય ત્યાં સુધી વર્ષ 2027-28ની ફીની દરખાસ્ત રજૂ નહીં કરાય અને તમામ સ્ટાફ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરશે.

Loading advertisement...

આ નવો નિયમ ગુજરાત બોર્ડ, સીબીએસઈ અને આઈબી સહિતની રાજ્યની 16 હજાર જેટલી સ્કૂલોને લાગુ પડશે. વિધાનસભામાંથી પસાર થયેલું આ બિલ હાલમાં રાજ્યપાલની અંતિમ મંજૂરી માટે મુકાયું છે.

સંચાલકોને સૌથી મોટી સમસ્યા આ મુદ્દા સાથે શિક્ષણ વિભાગના નવા કડક નિયમોથી સંચાલકોમાં ફફડાટ છે. નાની ભૂલ પર તોતિંગ દંડ અને જેલની જોગવાઈ છે. ખોટ કરતી શાળા મંજૂરી વિના બંધ નહીં થાય. હવે મનસ્વી રીતે શિક્ષકોની ભરતી કે છટણી અટકશે. સ્ટાફને કાઢવા બોર્ડની મંજૂરી તેમજ સ્પેશિયલ એજ્યુકેટરની નિમણૂક ફરજિયાત બનતા શાળાઓનું બજેટ ખોરવાશે.

નવા વિધેયકમાં સ્કૂલોએ પાલન કરવાના નિયમો 1. શિક્ષણ બોર્ડની કાયદેસર મંજૂરી મેળવ્યા વગર કોઈપણ શાળા કે વર્ગ શરૂ કરી શકાશે નહીં;

2. શાળા બંધ કરવી હોય તો 6 મહિના અગાઉ જાણ કરવી પડશે

3. શિક્ષકોની ભરતી પર સરકારી નિયમો લાગુ થશે

નવા વિધેયકને કારણે તો ખાનગી સ્કૂલો સરકારી જેવી બની જશે. અમે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીનો સમય માગ્યો છે. ફી કમિટીમાં ફાઇલો નહીં મૂકીએ અને સરકારી કામમાં સહકાર નહીં આપીએ. > જતીનભાઈ ભરાડે, સંચાલક મહામંડળના ગુજરાત પ્રમુખ

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો