Mon, Nov 16, 2026Updated 06:16 PM IST
Google Preferred Source CTA

પત્નીની હત્યા કેસમાં પતિની આજીવન કારાવાસની સજા રદ્દ કરતી હાઇકોર્ટ:ગુજરાતી ટેલીવીઝન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ મહિલાનું કપાયેલુ ગળું કાંકરિયા તળાવમાંથી અને ધડ વટવા સ્મશાનગૃહેથી મળ્યું હતું

2 વર્ષ પેહલા
Loading advertisement...

09 વર્ષથી વધુ સમય જેલમાં ગાળી ચૂકેલ પતિએ પત્નીની હત્યા કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારતા અમદાવાદ સેશન્સ કોર્ટના ચુકાદા સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે સાંયોગિક પુરાવાને આધારે અપાયેલા સેશન્સ કોર્ટના ચુકાદાને રદબાતલ ઠેરવ્યો છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે સંપૂર્ણ ઘટનાને સાંકળતી ચેઇન બનાવવામાં પ્રોસિકયુશન નિષ્ફળ્યું નીવડ્યું છે.

Loading advertisement...

કેસને વિગતે જોતા અમદાવાદની સેશન્સ કોર્ટે વર્ષ 2008માં પત્નીના હત્યા કેસમાં પતિને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. અમદાવાદની સેશન્સ કોર્ટમાં વર્ષ 2007માં આ કેસ દાખલ થયો હતો. જેની સામે વર્ષ 2008માં ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. પહેલા ગુજરાત હાઇકોર્ટે આ કેસમાં પતિની સજા યથાવત રાખી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતાં સુપ્રીમ કોર્ટે ફરી આ કેસને જોવા ગુજરાત હાઇકોર્ટને મોકલી આપી હતી.

નિર્દોષ છુટેલા પતિએ ગુજરાતી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ મહિલા સાથે લવ મેરેજ કર્યા હતા. કેસ મુજબ પતિના ત્રાસથી કંટાળીને તેને છુટાછેડા લીધા વગર બીજા એક વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા. પ્રોસિક્યુશનની દલીલ મુજબ પત્નીની આ હરકતથી પતિએ તેને મારવાનો પ્લાન બનાવ્યો હતો. પત્નીને મારીને તેનું ગળું કાપીને તેને કાંકરિયા તળાવમાં ફેક્યું હતું. જ્યારે તેની બોડી વટવાના સ્મશાન ગૃહ ખાતે ફેંકી દીધી હતી. આ મુદ્દે વટવા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

વટવા પોલીસે તપાસ કરીને પતિને ઝડપી પાડ્યો હતો અને તેની સામે ચાર્જશીટ ફાઇલ કરી હતી. 15 સાહેદ અને 40 પુરાવાને આધારે અમદાવાદ સેશન્સ કોર્ટે પતિને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જો કે અપીલમાં અરજદાર વતી એડવોકેટ શોએબ ભોહરીયા દ્વારા રજૂઆત કરાઈ હતી કે સેશન્સ કોર્ટમાં કેટલાક સાહેદ અને પંચ ફરી ગયા હતા. પતિ પત્ની ઉપર શારીરિક કે માનસિક ત્રાસ ગુજારતા હોવાનો કોઈ પુરાવા કોર્ટ સમક્ષ મુકાયા નથી. આ કેસ માત્ર સાંયોગિક પુરાવા આધારિત છે.

આરોપીના પેન્ટ ઉપરથી લોહીના ડાઘા આવ્યા હતા. તો બોડી પાસેથી મળેલી બ્લેન્કેટ અને ગોદડી મૃતકના પિયર તરફથી આપવામાં આવેલ હતી. મૃતક મહિલા માનસિક બીમારીથી પીડિત હતી અને તેની ઇલેક્ટ્રીક શોક પણ આપવામાં આવેલા હતા. હાઇકોર્ટે નોંધ્યું હતું કે કેસને સ્પષ્ટ રીતે પુરવાર કરવામાં ખૂટતી કડીઓ છે. ત્યારે હાઇકોર્ટે સેશન્સ કોર્ટે આપેલા ચુકાદાને રદ કરી નાખ્યો હતો અને પતિને કેસ મુક્ત કરી છોડ્યો હતો.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો