Sun, Nov 22, 2026Updated 08:33 AM IST
Google Preferred Source CTA

શહેરને ડ્રગ ફ્રી કરવા ઝુંબેશ:સેટેલાઇટ, ગોતા, વાસણા, ઓઢવ, કાલુપુરમાં એક રાતમાં MD ડ્રગ્સ, ગાંજા અને ચરસના 6 કેસ: 7 પેડલર પકડાયા

અમદાવાદ3 કલાક પેહલા
Loading advertisement...

શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ એસઓજી, ક્રાઈમ બ્રાંચ, ઝોન-7 અને સોલા હાઈકોર્ટ પોલીસે એક રાતમાં ડ્રગ્સના 6 કેસ કર્યા હતા. જેમાં ઓઢવ, કાલુપુર, ગોતા, સેટેલાઈટ અને વાસણા વિસ્તારમાં દરોડા પાડીને 1 કિલો 803 ગ્રામ ગાંજો, 2.72 ગ્રામ ચરસ અને 4.30 ગ્રામ મેફેડ્રોન જપ્ત કરાયું છે.

Loading advertisement...

પોલીસે ડ્રગ્સ, રોકડ અને વાહનો સહિત કુલ રૂ.1.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં 1 મહિલા સહિત 7 ડ્રગ્સ પેડલરની ધરપકડ કરાઈ છે.

ડ્રગ્સ, રોકડ, વાહનો સહિત 1.90 લાખનો મુદ્દામાલ કબજે, 7 પૈકી 1 મહિલા પેડલરની પણ ધરપકડ કરાઈ

ઓઢવ : મકાનમાં 1.184 કિલો ગાંજા સાથે બે શખસ ઝડપાઈ ગયા એસઓજીએ ઓઢવ રિંગ રોડ પર ગજરાવાડી પાર્ક પાછળ મકાનમાંથી સંજય બાજપાઈ અને ધરમવીરસિંગ રાજપુતને રૂ. 59,200ના 1 કિલો 184 ગ્રામ ગાંજો, રોકડા રૂ. 42,850 અને મોબાઈલ સહિત રૂ.1.07 લાખનો મુદ્દામાલ પકડાયો હતો.

Loading advertisement...

રિલીફ રોડ : ચરસ અને મેફેડ્રોન સાથે દરિયાપુરનો એક ઝડપાયો એસઓજીએ રિલીફ રોડ પર મૂર્તિમંત કોમ્પલેક્ષ પાસેથી દરિયાપુરના નાસીરખાન પઠાણને 2.720 ગ્રામ ચરસ અને 4.300 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (કુલ કિં. રૂ. 18,680) સાથે ઝડપ્યો હતો.

ગોતાના ફ્લેટમાંથી 474 ગ્રામ ગાંજા સાથે એક વ્યક્તિ પકડાઈ સોલા હાઈકોર્ટ પોલીસે ગોતાની વસંતનગર ટાઉનશીપ વીર સાવરકર હાઈટ્સ-1ના ફ્લેટમાંથી રવિ ચંદુભાઈ મકવાણા 474.100 ગ્રામ લીલો ગાંજા (રૂ. 23,705) સાથે પકડાયો હતો.

સેટેલાઈટ : રામદેવનગરમાં 69 ગ્રામ ગાંજા સાથે યુવકની ધરપકડ આનંદનગર અને ઝોન-૭ એલસીબીની ટીમે રામદેવનગરના તુલસીમુખી વાસમાંથી આરોપી રતન ઉર્ફે રતિલાલ મકવાણાની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી 69 ગ્રામ ગાંજો (રૂ. 3,450) અને ઈલેક્ટ્રિક વજન કાંટો કબજે કર્યો હતો.

જોધપુર : 45 ગ્રામ ગાંજો અને એક્ટિવા સાથે એક આરોપીની ધરપકડ ઝોન-7 એલસીબી, સેટેલાઈટ પોલીસે જોધપુરની વાઘેલા સોસાયટી પાસેથી ભાવિન વાઘેલાને 45 ગ્રામ ગાંજો, એક્ટિવા સાથે પકડ્યો હતો.

વાસણા : ભાઠા ગામમાંથી 31.280 ગ્રામ ગાંજા સાથે મહિલા પકડાઈ વાસણા પોલીસે ભાઠા ગામ ચાર માળિયામાંથી મહિલા ડ્રગ્સ પેડલર દોલીબહેન હરેશભાઈ પરમારને 31.280 ગ્રામ ગાંજા સાથે પકડી હતી.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો