Wed, Nov 25, 2026Updated 06:49 PM IST
Google Preferred Source CTA

ઠક્કરનગર વિસ્તારમાં ટ્રાફિક કર્મીએ ટ્રક પર ઈંટ મારી:નો-એન્ટ્રીમાં જતાં ટ્રકને રોકવા પોલીસકર્મીએ ઈશારો કર્યો, ડ્રાઈવરે ટ્રક ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો

અમદાવાદ2 મહિનો પેહલા
Loading advertisement...

અમદાવાદ શહેરના ઠક્કરનગર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ જવાન દ્વારા ટ્રક પર પથ્થર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જોકે, તપાસ દરમિયાન સામે આવ્યું છે કે નો-એન્ટ્રીમાં જઈ રહેલા ટ્રક ચાલકે પોલીસ જવાનને જોઈને વાહન રોકવાને બદલે જવાન પર ટ્રક ચઢાવી દેવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો, જે બાદ ટ્રાફિક જવાને બચાવ અને ટ્રક રોકવા ઈંટ મારી હતી. ઘટના બાદ નાસી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ I-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે.

Loading advertisement...

પોલીસ કર્મચારીએ ટ્રક ચાલકને રોકવાનો ઈશારો કર્યો બનાવની વિગતો મુજબ, ઠક્કરનગર રોડ પરથી એક લોજિસ્ટિક ટ્રક પસાર થઈ રહ્યો હતો. તે સમયે ફરજ પર તૈનાત I-ડિવિઝન ટ્રાફિક પોલીસ કર્મચારીએ ચાલકને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ, ટ્રક ડ્રાઈવરે વાહન ઉભું રાખવાને બદલે સીધો પોલીસ કર્મચારી તરફ હંકારી મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાફિકમાં ટ્રક થોડો ધીમો પડતાં પોલીસકર્મી તેની પાછળ દોડ્યા હતા અને વાહન રોકવા માટે તેના પર ઈંટ ફેંકી હતી.

ટ્રકચાલક નાસી ગયો હતો જેની તપાસ ચાલી રહી છે: PI I-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.આઈ. સુમરાએ જણાવ્યું હતું કે, ટ્રક ચાલકે ટ્રક ન રોકીને ઉપર ચઢાવવાનો પ્રયત્ન કર્યો તે માટે અને નો એન્ટ્રીમાં ટ્રક લાવવા માટે ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવ બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો જેની તપાસ ચાલી રહી છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો