Sat, Nov 28, 2026Updated 09:02 AM IST
Google Preferred Source CTA

પાંચકુવા દરવાજા બહાર કપડાની દુકાનમાં આગ:શોર્ટ સર્કિટથી લાગેલી આગ ચોથા માળ સુધી પહોંચી, લાખોનો માલસામાન બળીને ખાખ

અમદાવાદ3 મહિનો પેહલા
Loading advertisement...

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં પાંચ કૂવા દરવાજા બહાર આવેલી કપડાની દુકાનમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ ચાર માળ સુધી પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડની 6 ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. કપડાનો માલસામાન હોવાથી આગ વધારે ફેલાઈ ગઈ હતી. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

Loading advertisement...

એક દુકાનમાંથી ધુમાડા નીકળતા હોવાનો કોલ હતો મોડી રાત્રે 12:20ની આસપાસ પાંચકુવા ફાયર સ્ટેશનમાં માહિતી મળી હતી કે પાંચકુવા દરવાજા બહાર એક દુકાનમાંથી ધુમાડા નીકળી રહ્યા છે અને આગ લાગી હોય શકે છે. જેથી ફાયરબ્રિગેડની સૌપ્રથમ એક ગાડી રવાના કરવામાં આવી હતી. જોકે ત્યાં ફાયરબ્રિગેડ પહોંચી ત્યારે દુકાનમાં આગ લાગી ચૂકી હતી. ગ્રાઉન્ડ ફ્લોરથી આગ ધીમે ધીમે વધતી વધતી ઉપરના માળ સુધી જતી રહી હતી.

ચોથા માળ સુધી આગ ફેલાઈ પાંચકુવા ફાયર સ્ટેશનના અધિકારી મૃગેશદાન ગઢવીએ જણાવ્યું હતું કે પાંચકુવા દરવાજા બહાર આર.કે ક્રિએશન નામની દુકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધી આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર અને ચોથા માળ પર જ્યાં આગ વધારે લાગી હતી ત્યાં બુજાવવા માટે બાજુના ધાબા પરથી પાણીના છંટકાવ માટેની લાઈન બનાવી આગને બુજાવવાની શરૂઆત કરી હતી.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો