સમાધાનના બહાને બોલાવી યુવક પર પાઈપ-છરીથી હુમલો:પિતાને બચાવતા પુત્રને પણ માર માર્યો, માધવપુરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો
અમદાવાદના શાહીબાગની ગર્વમેન્ટ એ કોલોનીમાં રહેતા મુનાવર વાઘેલા પર અગાઉના ઝઘડાની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો છે. આરોપીઓ સમાધાન કરવાના બહાને મુનાવરને બાઈક પર બેસાડી શાહીબાગમાં તેના મામાના ઘરે લઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ આરોપીઓએ પાઈપ અને છરી વડે હુમલો કરતા મુનાવર ઈજાગ્રસ્ત થયો છે. આ દરમિયાન તેના પુત્ર અયાનને પણ માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.મુનાવર વાઘેલાએ આ અંગે માધવપુરા પોલીસ સ્ટેશનમાં આશિફ શમા, મહોસીન સોઢા, મોહસીન સંધી અને મહમદ હનીફ વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે.
પિતાને બચાવતા પુત્રને પણ માર માર્યો સમાધાનની વાત વચ્ચે અચાનક આરોપીઓએ મુનાવર પર પાઈપ અને છરી વડે હુમલો શરૂ કરી દીધો હતો.હુમલામાં મુનાવરને ઈજાઓ પહોંચી હતી. પિતાને બચાવતા દરમિયાન તેના પુત્ર અયાનને પણ આરોપીઓએ માર માર્યો હતો. ઘટનાને પગલે મુનાવરે માધવપુરા પોલીસનો સંપર્ક કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
