'ખતરોં કે ખિલાડી 14'નું કન્ફર્મ લિસ્ટ OUT:ટાઈગર શ્રોફની બહેનથી લઈને શાલીન ભનોટ અને શિલ્પા શિંદે સુધીના ઘણા સેલેબ્સ લેશે ભાગ
સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી' તેની સિઝન 14 સાથે ટેલિવિઝન પર ફરી ધૂમ મચાવશે. આ વખતે શોનું શૂટિંગ યુરોપના રોમાનિયા શહેરમાં થશે. ફિલ્મમેકર રોહિત શેટ્ટી આ સિઝનને હોસ્ટ કરશે.
હવે આ શોમાં ભાગ લેનારા ઘણા સ્ટાર્સના નામનો ખુલાસો થયો છે. એવું માનવામાં આવે છે કે, હવે 13 કન્ફર્મ સ્પર્ધકોની યાદી બહાર આવી છે.
આ યાદીમાં 'બિગ બોસ 17' ફેમ અભિષેક કુમારથી લઈને ટીવી એકટ્રેસ શિલ્પા શિંદે સુધીના નામ સામેલ છે. ચાલો તમને સ્પર્ધકોનું સંપૂર્ણ લિસ્ટ જણાવીએ...
અભિષેક કુમાર 'બિગ બોસ 17'નો ફર્સ્ટ રનર અપ અભિષેક કુમાર 'ખતરો કે ખિલાડી 14'નો પહેલો કન્ફર્મ સ્પર્ધક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રોહિત શેટ્ટી 'BB17'માં ગયો હતો. તેમણે ત્યાં એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં અભિષેક જીત્યો હતો. જે બાદ રોહિત શેટ્ટીએ સૌથી પહેલાં તેમને પોતાના શો માટે પસંદ કર્યો હતો.
સમર્થ જુરેલ 'બિગ બોસ 17'ના વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક સમર્થ જુરેલ પણ 'KKK 14'નો કન્ફર્મ્ડ કન્ટેસ્ટન્ટ બની ગયો છે. જો કે, સમર્થ તેમની પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં છે. સૂત્રોનું માનીએ તો સમર્થે તેની ગર્લફ્રેન્ડ અને એકટ્રેસ ઈશા માલવિયા સાથે બ્રેકઅપ કરી લીધું છે.
અદિતિ શર્મા ટીવી એકટ્રેસ અદિતિ શર્મા પણ આ શો માટે સંમત થઈ ગઈ છે. એકટ્રેસ 'યે જાદુ હૈ જીન કા' અને 'રબ સે હૈ દુઆ' જેવા શોમાં જોવા મળી છે.
ગશ્મીર મહાજાની ગશ્મીર મહાજાનીએ ટીવી પર પોતાની એક્ટિંગ અને નૃત્યની કુશળતા બતાવી છે. હવે તે 'ખતરો કે ખિલાડી 14'માં પોતાની હિંમત બતાવવા આવી રહ્યો છે. એક્ટર છેલ્લે 'ઇમલી' શોમાં જોવા મળ્યો હતો.
કરણ વીર મહેરા 'બાતેં કુછ અનકહી સી', 'ઝિદ્દી દિલ માને ના', 'ટીવી, બીવી ઔર મેં' જેવા શોમાં જોવા મળેલા એક્ટર કરણ વીર મેહરા હવે KKK 14માં સ્ટંટ કરતા જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કરણ પોતાની પર્સનલ લાઈફને કારણે ઘણાં દિવસથી ચર્ચામાં છે.
કરણ અને ટીવી એક્ટ્રેસ નિધિ સેઠના લગ્ન જાન્યુઆરી 2021માં થયા હતા. પરંતુ થોડા જ મહિનામાં તેમના લગ્નજીવનમાં ખટાશ આવવા લાગી. બંનેએ ઓક્ટોબર 2023માં છૂટાછેડા લીધા હતા.
શિલ્પા શિંદે શિલ્પા શિંદે ટીવી શો 'ભાબીજી ઘર પર હૈ'માં અંગૂરી ભાભીનું પાત્ર ભજવીને લોકપ્રિય બની હતી. જોકે, 2016માં તેને શોમાંથી રિપ્લેસ કરવામાં આવી હતી. શિલ્પા પર બિનપ્રોફેશનલ હોવાનો અને મેકર્સ સાથે સંકલન ન કરવાનો આરોપ હતો. તે છેલ્લે 'મેડમ સર' શોમાં કેમિયો રોલમાં જોવા મળી હતી.
સુમોના ચક્રવર્તી સુમોના ટીવીની દુનિયામાં એક મોટું નામ છે. જો કે તે છેલ્લા કેટલાક સમયથી ટીવીથી ગાયબ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાની કોમેડીથી ફેન્સને હસાવનાર સુમોના હવે સ્ટંટ કરતી જોવા મળશે. એક્ટ્રેસે KKK 14ની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
નિમૃત કૌર અહલુવાલિયા 'છોટી સરદારની' ફેમ નિમૃત કૌર અહલુવાલિયાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થઇ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નિમૃત રિયાલિટી શો 'બિગ બોસ 16'નો ભાગ પણ રહી ચૂકી છે.
આસીમ રિયાઝ 'બિગ બોસ 13'નો ફર્સ્ટ રનર અપ આસીમ રિયાઝ 'ખતરો કે ખિલાડી 14'નો ભાગ બનશે. આ વાતની પુષ્ટિ કરતા આસિમે કહ્યું, 'હું શોમાં પડકારોને પાર કરવા અને મારી મર્યાદાઓને પારખવા માટે ઉત્સાહિત છું. આ શો સ્પર્ધકોને બહાદુર બનાવે છે અને મને ખાતરી છે કે હું આ શોમાંથી જીવન વિશે ઘણું શીખીશ.
હું મારા ફેન્સને બતાવવા માટે રાહ જોઈ શકતો નથી કે હું ખરેખર કેટલો સક્ષમ છું. તેઓએ મને બિનશરતી પ્રેમ કર્યો અને મારી જર્ની દરમિયાન મારી સાથે ઊભા રહ્યા.
કૃષ્ણા શ્રોફ બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા હવે ફિલ્મો અને ઓટીટીને બદલે સીધી ટીવી પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. તાજેતરમાં તેમણે આ શોમાં તેમના આગમનની પુષ્ટિ કરી હતી. કૃષ્ણાએ કહ્યું, 'મને હંમેશા મારી જાતને પડકારવાનું ગમે છે. 'ખતરો કે ખિલાડી 14'થી વધુ સારી તક કઈ હોઈ શકે જ્યાં હું મારી માનસિક અને શારીરિક શક્તિમાં વધારો કરી શકીશ.
આશિષ મેહરોત્રા સિરિયલ 'અનુપમા'માં નેગેટિવ રોલ પ્લે કરનાર આશિષ મેહરોત્રાએ હાલમાં જ આ શોને અલવિદા કહ્યું હતું. આગામી દિવસોમાં એક્ટર રોહિત શેટ્ટીના શોમાં સ્ટંટ કરતો જોવા મળશે.
નિયતિ ફતનાની સિરિયલ 'નઝર' ફેમ અભિનેત્રી નિયતી ફતનાની KKK 14 માટે સંમત થઈ ગઈ છે. નિર્માતાઓએ છેલ્લી સિઝન માટે પણ તેનો સંપર્ક કર્યો હતો. જો કે, તે સમયે અન્ય કામમાં કમિટમેન્ટ આપેલું હોવાને કારણે નિયતિ આ ઓફર સ્વીકારવામાં સક્ષમ ન હતી. આ વખતે તે શોમાં ભાગ લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
શાલીન ભનોત આ સિઝન માટે અભિનેતા શાલીન ભનોતનું નામ પણ કન્ફર્મ થઈ ગયું છે. શાલીનને પણ આ શો 'બિગ બોસ 16' દરમિયાન ઓફર કરવામાં આવ્યો હતો. જોકે, તે સમયે તેમણે આ ઓફર ફગાવી દીધી હતી. 'બિગ બોસ' સિવાય, એક્ટરે 'સૂર્યપુત્ર કર્ણ', 'રામ સિયા કે લવ કુશ' અને 'બેકાબૂ' જેવા શોમાં પણ કામ કર્યું છે.
