Mon, Nov 16, 2026Updated 02:33 PM IST
Google Preferred Source CTA

પંથ
વીસ હજાર ઉંદરોનું ઘર છે કરણી માતાનું મંદિર:ચાંદીનાં વાસણોમાં પીએ છે દૂધ; ભક્તો ખાય છે એમનો એંઠો પ્રસાદ

3 વર્ષ પેહલાલેખક: મનીષા ભલ્લા
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

રાજસ્થાનના બિકાનેર શહેરથી 30-35 કિમી દૂર છે માતા કરણીનું મંદિર. આ મંદિરને લોકો ઉંદરોવાળા મંદિરના નામથી ઓળખે છે. ઘણા સમયથી હું આ મંદિરની મુલાકાત લેવાનું આયોજન કરી રહી હતી. પછી વિચાર્યું કે પંથ શ્રેણીની કહાની જ આના પર કરવી જોઈએ. હું પોતે દર્શન કરીશ અને

.

20મી સદીની શરૂઆતમાં બિકાનેરના મહારાજા ગંગા સિંહે આ મંદિર બનાવવાનું કામ શરૂ કર્યું હતું. મંદિરનું આખું માળખું આરસનું બનેલું છે અને એનું સ્થાપત્ય મુઘલ શૈલીને મળતું આવે છે. કરણી માતા મંદિરની અંદરના ગર્ભગૃહમાં બિરાજમાન છે.

કરણી માતાના એક હાથમાં ત્રિશૂલ છે. તેમની બંને બહેનો તેમની સાથે બંને બાજુ બેઠેલી છે.

રસ્તામાં હું એન્ડ્રિયાને મળી. એન્ડ્રિયા ઈટાલીના મિલાન શહેરના રહેવાસી છે. તેઓ ત્યાં પ્રોજેક્ટ મેનેજર છે અને ભારતની મુલાકાતે એકલાં આવ્યા છે.

તેમણે આ મંદિરને પોતાના ટૂર પ્લાનમાં ખાસ સામેલ કર્યું છે, કારણ કે તેઓ જોવા માગતાં હતાં કે શું ખરેખર એવું કોઈ મંદિર છે કે જ્યાં આટલી મોટી સંખ્યામાં ઉંદરો હોય.

એન્ડ્રિયા જણાવે છે કે 'પહેલાં તો હું અહીં આવવાને લઈને ડરતો હતો. બહાર પગરખાં ઉતારતી વખતે પણ તેમણે વિચાર્યું કે ક્યાંક કોઈ ઉંદર અંદર આવીને પગરખામાં બેસી ન જાય. પછી હિંમત કરીને તેઓ મંદિરની અંદર આવ્યા.

મેં તેમને પૂછ્યું - હવે તમને કેવું લાગે છે, ડર થોડો ઓછો થયો છે? કહેવા લાગ્યા, 'હું પહેલીવાર કોઈ જગ્યાએ આટલા બધા ઉંદરોને એકસાથે જોઈ રહ્યો છું. નવાઈની વાત એ છે કે લોકો માથું નમાવીને ભોગ ચઢાવે છે, ઉંદરોનું એંઠું પાણી પી રહ્યા છે.’

ઈટાલીના એન્ડ્રિયા ઉંદરોને જોઈને ખુશ છે. આગામી વખતે તેઓ તેમના મિત્રોને પણ અહીં લાવવા માગે છે.

એન્ડ્રિયાની આંખો સફેદ ઉંદરને શોધી રહી છે. વાસ્તવમાં આ મંદિરની માન્યતા છે કે વ્રત માગીને માતાનાં ચરણોમાં આવો અને ત્યાર પછી જો તમને સફેદ ઉંદર દેખાય અથવા તમારા પગને સ્પર્શ કરે તો સમજવું કે માનતા સ્વીકારવામાં આવી છે. એન્ડ્રિયા પણ એ જ ફિરાકમાં છે કે સફેદ ઉંદર તેના પગને સ્પર્શ કરે.

વીસ હજાર ઉંદરોમાં માત્ર ત્રણ સફેદ ઉંદર છે. ભક્તોની આંખો સફેદ ઉંદરને શોધી રહી છે.

હું મારી કહાની માટે મંદિરમાં વીડિયોગ્રાફી કરી રહી છું. લોકો આ જાણે છે, તેથી તેમને લાગે છે કે મારા કેમેરાને સફેદ ઉંદરનું સરનામું ખબર હોવું જોઈએ. દરેક જણ મને દૂરથી પૂછે છે કે શું સફેદ ઉંદર ક્યાંય દેખાયો.

બિકાનેરની ઐશ્વર્યાએ સીધી જ આવીને મને પૂછ્યું કે તમે ક્યાંય સફેદ ઉંદર જોયો. મેં તેમને 'ના'માં જવાબ આપ્યો. ઐશ્વર્યા તેના પતિ સાથે અહીં આવી છે. તે કહે છે કે જ્યારે આ મંદિરમાં હાજર ઉંદરો મૃત્યુ પામે છે ત્યારે તેઓ ચારણ જાતિમાં માનવ જન્મ લે છે. એવી જ રીતે ચારણ જાતિમાં મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે તે વ્યક્તિ ઉંદર બની જાય છે. ઉંદરો માતા કરણી દેવીનાં બાળકો છે, તેમના વંશજો છે.

જોકે અહીં ક્યારેય ઉંદરોની ગણતરી કરવામાં આવી નથી, પરંતુ એક અંદાજ મુજબ અહીં 20,000થી વધુ ઉંદરો છે. તેમની વચ્ચે માત્ર ત્રણ સફેદ ઉંદરો છે.

ઐશ્વર્યાએ કહ્યું, અહીં હાજર ઉંદરોને કાબા કહેવામાં આવે છે. કાબા એટલે બાળકો એવો અર્થ થાય છે.

મંદિરની સુંદર આરસપહાણની કોતરણીવાળી દીવાલો અને રાજસ્થાની ઝરુખાઓ પરથી નજર હટતી નથી. લોકો તેના પ્રવેશદ્વાર પર બનેલા બે સિંહને નમન કરીને અંદર જાય છે. કોતરણીમાં બે મોટા ચાંદીના દરવાજા પર સુંદર આર્ટવર્ક પણ કરવામાં આવ્યું છે. મંદિરમાં પ્રવેશતાં જ એક નાનો વરંડો આવે છે.

વરંડા પર જાળીથી ઢંકાયેલો છે. પછી મંદિરનો એક નાનો દરવાજો છે, જેમાં પ્રવેશતાં જ બાજરી, બુંદી અને પ્રસાદ જમીન પર પડેલાં છે. ઉંદરો એને ખાવા માટે તેમના પગ પર ચડીને પસાર થાય છે.

એકપણ બારી, જાળી, હોલ, ગટર, ગર્ભગૃહ, છત, પંખો, શાકભાજી, પ્રસાદની થાળી ઉંદરોથી ખાલી નથી.

ઉંદરોને દૂધ પીવા માટે ચાંદીની પ્લેટ રાખવામાં આવી છે. પાણી માટે માટીનાં વાસણો છે. મંદિરના ટ્રસ્ટી અશોક ચરણ કહે છે કે આ ઉંદરોને બેવાર બાજરી આપવામાં આવે છે. પલાળેલા ચણાને સિંધાલૂણ સાથે ભેળવીને સાંજના સમયે આપવામાં આવે છે. ઉંદરો અજમાવાળી રોટલી પણ ખાય છે. જ્યારે લાંબી પૂંછડીવાળા ઉંદરો અહીંથી ત્યાં સુધી દોડે છે ત્યારે ડર લાગે છે કે તેઓ પગ નીચે આવી ન જાય.

ક્યારેક તો એવું બન્યું હશે કે પગ નીચે ઉંદરો મરી ગયા હોય?

અશોક ચરણ આનો જવાબ આપે છે. કહે છે કે જો કોઈ ભક્તના પગ નીચે આવીને ઉંદર મરી જાય તો તે મંદિરમાં ચાંદીનો ઉંદર ચઢાવે છે. એમ છતાં મંદિર સંકુલ તરફથી આ માટે કોઈને આવી કોઈ ફરજ પડાતી નથી, પણ ભક્તો તે કરે છે.’

કહેવાય છે કે જ્યારથી અહીં આ મંદિર બન્યું છે ત્યારથી અહીં ઉંદરો રહે છે. તેમની સંખ્યામાં ન તો વધારો થયો છે કે ન તો ઘટાડો થયો છે. જો ઉંદર માથા પર ચઢી જાય તો એ શુભ માનવામાં આવે છે. મંદિરને ચારેબાજુથી બારીક જાળીથી ઢાંકવામાં આવ્યું છે, જેથી બિલાડી કે સમડી ઉંદરોને નુકસાન ન પહોંચાડે. ઉંદરો પોતે પણ પરિસરની બહાર જતા નથી. મંદિર પરિસરમાં એક નાની ગટર છે. હું જોઈ શકું છું કે અહીં બેઠેલા ઘણા લોકો એક પછી એક નાળામાં હાથ નાખી રહ્યા છે. હું પણ ત્યાં પહોંચું છું. હું ભીડમાં હાજર એક વ્યક્તિને પૂછું છું કે આ લોકો આવું કેમ કરી રહ્યા છે. અંદરથી કોઈ સાપ કે બીજું કંઈ બહાર આવી શકે એનો તેમને ડર નથી. વ્યક્તિએ કહ્યું કે અહીં કોઈએ સફેદ ઉંદરની પૂંછડી જોઈ છે. લોકો વારાફરતી તેની પૂંછડીને સ્પર્શ કરીને ઉંદરને નમન કરે છે.

આ દરની અંદર સફેદ ઉંદરની પૂંછડી જોવા મળી છે. લોકો પૂંછડીને સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લઈ રહ્યા છે.

આ જગ્યાથી થોડે દૂર બેઠેલો એક ભક્ત પોતાના હાથથી ઉંદરોને ખવડાવી રહ્યો છે. ત્યારે ઉંદરોનું એંઠું પોતે જ ખાઈ રહ્યો છે. ભક્તો દ્વારા લાવવામાં આવેલી શાકભાજીને ઉંદરો કોતરી રહ્યા છે. લોકો એ કોતરેલી શાકભાજીને પ્રસાદ તરીકે ખાય છે. કદાચ કોઈએ મને આ બધું કહ્યું હોત તો મને માનવામાં આવ્યું ન હોત, પણ આ બધું મારી નજર સામે થઈ રહ્યું છે.

ઉંદરોનું એંઠું ખાવાથી કોઈ બીમાર તો નથી થયું? અશોક ચરણ કહે છે, "ઉંદરોના કિસ્સામાં એવું કહેવાય છે કે તેમના રહેવાથી અનેક પ્રકારની બીમારીઓ ફેલાય છે. ખાસ કરીને પ્લેગ. પ્લેગ જેવી મહામારીને કારણે ઘણા દેશોમાં ઉંદરોને મારી નાખવામાં આવે છે. આ પ્રકારની તપાસ અહીં સરકાર દ્વારા ઘણી વખત કરવામાં આવી છે. પ્લેગનાં કોઈ લક્ષણો જોવા મળ્યાં નથી.’

હું દરેક ખૂણે, દરેક નાની ઓરડી, મોટા રૂમ, પરસાળ, વરંડા બધે જઈને જોઉં છું કે ઉંદરોની પુષ્કળ પ્રમાણમાં કોઈ દુર્ગંધ આવી રહી છે કે કેમ. મને એ જોઈને નવાઈ લાગી કે ત્યાં ન તો કોઈ દુર્ગંધ હતી કે ન તો ઉંદરોના કારણે કોઈ ગંદકી.

નવરાત્રિ દરમિયાન અહીં ભારે ભીડ જોવા મળે છે. મંદિરમાં માત્ર નવરાત્રિ અને ઉપનવરાત્રિ જ ઊજવાય છે. પરિક્રમા પણ થાય છે. ​​​​​​​મંદિરમાં અન્ય મંદિરોની જેમ પૂજારીઓ નથી. માત્ર ચારણ પરિવારના સભ્યો જ આ મંદિરની દેખરેખ રાખે છે, તેઓ જ તમામ કામ સંભાળે છે. જયદેવ દેપાવત એક કિસ્સો વર્ણવે છે - જોધપુરના રાજા અને તેના પુત્ર રાવ બિકા વચ્ચે વિખવાદ થયો હતો.

રાવ બિકા 15 ઘોડેસવાર સાથે માતા કરણીનાં ચરણોમાં આવ્યા. ત્યારે માતા કરણીએ તેમને કહ્યું હતું કે તમે અહીં રાજપાટની સ્થાપના કરો. રાવ બિકાએ અહીં રહીને જૂનાગઢ કિલ્લો બાંધ્યો હતો, જેનો શિલાન્યાસ માતા કરણીએ કર્યો હતો.

તેમના નામ પરથી આ શહેરનું નામ બિકાનેર પડ્યું. સમયાંતરે વિવિધ રાજાઓએ આ મંદિરમાં કામ કરાવ્યું. મહારાજા ગંગાસિંહ અને ચાંદમલ ધાડા જેવા રાજાઓએ મંદિરમાં સુંદર કોતરણી કરાવી હતી. મા કરણીને મા દુર્ગાનો અવતાર કહેવામાં આવે છે. કહેવાય છે કે બિકાનેરમાં કોઈપણ મુસીબત આવે તો માતા કરણી જ બિકાનેરની રક્ષા કરે છે. કરણી માતા અને ઉંદરોને જોયા પછી હું મંદિર પરિસરમાં ફરવા જાઉં છું. જાણવા મળ્યું કે હાલમાં અહીંની છ ધર્મશાળામાં 300 એસી રૂમ છે.

22 વીઘામાં એક ગૌશાળા છે, જ્યાં 2426 પશુ છે. આમાંથી માત્ર 62 દુધાળાં છે, બાકીના બીમાર છે.

ગાયો માટે અલગ એમ્બ્યુલન્સ છે. તેમની રોટલી રાંધવા માટે અલગ મશીન પણ છે.

ગાયો માટે મનુષ્યની જેમ સગવડ છે. ગૌશાળાના સંચાલક મોહનદાસ કહે છે કે અમારું ધ્યાન રહે છે કે બીમાર ગાયોની સેવા કરીએ. ​​​​​​​તેમના માટે મહિને દોઢ લાખ રૂપિયાની દવાઓ આવે છે. તેમના માટે ડોક્ટર અને કમ્પાઉન્ડર પણ રાખવામાં આવ્યા છે. એક ICU વોર્ડ પણ છે.

LockIcon

સમાચાર વાંચવા માટે પ્લીઝ લૉગિન કરો

લૉગિન કર્યા પછી તમે વિના રુકાવટ સમાચાર વાંચી શકશો
લૉગિન કરો