ગણેશચતુર્થીએ આખો દિવસ રવિયોગ રહેશે:સ્થાપના સવારે 11.43 વાગ્યે કરવી શુભ, પૂજા માટે જરૂરી વસ્તુઓ, ગણપતિ સ્થાપના અને પૂજાની સરળ વિધિ
- ગણેશપુરાણ પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથના દિવસે ભગવાન ગણેશજી પ્રકટ થયા હતા
- 9 સપ્ટેમ્બરના રોજ અનંત ચૌદશના દિવસે ગણેશવિસર્જન કરવામાં આવશે
આ વર્ષે ગણેશ ઉત્સવ ખૂબ જ શુભયોગમાં ઊજવવામાં આવશે. ગણેશોત્સવની શરૂઆત 31 ઓગસ્ટ, બુધવારના દિવસથી થઈ રહી છે. શાસ્ત્રોમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. બુધવારના દિવસે ભગવાન ગણેશજીની પૂજા-આરાધના કરવાથી બધાં જ પ્રકારનાં સુખની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં આવતાં વિઘ્નો તરત જ દૂર થઈ જાય છે.
આ સિવાય ગણેશચોથના દિવસે રવિયોગનો સંયોગ પણ બની રહ્યો છે. રવિયોગમાં કરવામાં આવતી પૂજા હંમેશાં લાભકારી હોય છે. આ દિવસે રવિયોગ 31 ઓગસ્ટના સવારે 6 વાગીને 06 મિનિટથી શરૂ થશે, જે 1 સપ્ટેમ્બરના રોજ સવારે 12 વાગીને 12 મિનિટ સુધી રહેશે. ત્યાં જ જો ગ્રહોના યોગની વાત કરવામાં આવે તો ગણેશચતુર્થીના દિવસે ચાર મુખ્ય ગ્રહ સ્વરાશિમાં રહેશે. ગુરુ પોતાની સ્વરાશિ મીનમાં, શનિ મકર રાશિમાં, બુધ ગ્રહ પોતાની જ રાશિ કન્યામાં અને સૂર્યદેવ સ્વરાશિ સિંહમાં રહશે. આ કારણે શુભ સંયોગમાં ગણેશ સ્થાપના કરવાથી જીવનમાં વૈભવ, સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થશે.
આ વર્ષે ગણેશ જન્મોત્સવ ખૂબ જ ખાસ રહેશે આ વર્ષે એ બધા જ યોગ-સંયોગ બની રહ્યા છે, જે ગણેશજીના જન્મ સમયે બન્યા હતા. દિવસ બુધવાર, તિથિ ચોથ, નક્ષત્ર ચિત્રા અને બપોર સમય. આ એ જ સંયોગ હતા, જ્યારે પાર્વતીજીએ માટીના ગણેશ બનાવ્યા હતા અને શિવજીએ એમાં પ્રાણ ઉમેર્યા હતાં. આ ઉપરાંત કેટલાક દુર્લભ અને શુભ યોગ બની રહ્યા છે, જે 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવ દરમિયાન રહેશે.
ગણેશ સ્થાપના અને પૂજાનાં શુભ મુહૂર્ત સવારે- 11.43થી બપોરે 13.56 સુધી વિજય મુહૂર્ત- બપોરે 02.05થી 02.55 સુધી ગોધૂલિ મુહૂર્ત- સાંજે 06.06થી 06.30 વાગ્યા સુધી અમૃત કાળ- સાંજે 05.42 થી 07.20 સુધી
દિવસનાં ચોઘડિયાં લાભઃ સવારે 06.12થી 07.46 સુધી અમૃતઃ સવારે 07.46થી 09.19 સુધી શુભઃ સવારે 10.53થી 12.27 સુધી લાભઃ સાંજે 05.08થી 06.41 સુધી
શુભ યોગ સંયોગ રવિયોગ- સવારે 05.38થી રાતે 12.12 વાગ્યા સુધી રવિયોગ રહેશે. આ દિવસે શુક્લ યોગ પણ રહેશે. નક્ષત્ર- ચિત્રા અને સ્વાતિ ગ્રહ- સૂર્ય સિંહમાં, ગુરુ મીનમાં, શનિ મકરમાં અને બુધ કન્યા રાશિમાં રહેશે. આ ચારેય ગ્રહ પોતાની જ રાશિમાં રહેશે. બાકી મંગળ વૃષભમાં અને શુક્ર કર્ક રાશિમાં રહશે. રાહુ મેષ તો કેતુ તુલામાં રહેશે.
ગણપતિની જમણી અને ડાબી સૂંઢનું મહત્ત્વ જે મૂર્તિમાં ગણેશજીની સૂંઢ જમણી તરફ હોય, એને સિદ્ધિવિનાયક સ્વરૂપ માનવામાં આવે છે, જ્યારે ડાબી સૂંઢવાળા ગણેશ વિઘ્નવિનાશક કહેવામાં આવે છે. સિદ્ધિવિનાયકને ઘરમાં સ્થાપિત કરવાની પરંપરા છે અને વિઘ્નવિનાશક ઘરની બહાર દ્વાર પર સ્થાપિત કરવામાં આવે છે, જેથી ઘરમાં કોઈ પ્રકારનું વિઘ્ન, એટલે કે પરેશાનીઓનો પ્રવેશ થઈ શકે નહીં. ઓફિસમાં ડાબી તરફ સૂંઢવાળા અને ઘરમાં જમણી તરફ સૂંઢવાળા ગણપતિજીને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
માટીના ગણેશ શુભ ગણેશજીની મૂર્તિ માટીની હોવી જોઈએ, કેમ કે માટીમાં સ્વાભાવિક પવિત્રતા હોય છે. જ્યોતિષીઓ અને ધર્મશાસ્ત્રોના જાણકારોના જણાવ્યા પ્રમાણે, માટીની ગણેશ પ્રતિમા પંચતત્ત્વથી બનેલી હોય છે. એ મૂર્તિમાં જમીન, જળ, વાયુ, અગ્નિ અને આકાશના અંશ રહેલા હોય છે, એટલે એમાં ભગવાનનું આવાહન અને તેની પ્રતિષ્ઠા કરવાથી કાર્ય સિદ્ધ થાય છે.
માટીના ગણેશની પૂજા કરવાથી પોઝિટિવ ઊર્જા મળે છે. ત્યાં જ પ્લાસ્ટર ઓફ પેરિસ અને અન્ય કેમિકલ્સ દ્વારા બનેલી મૂર્તિમાં ભગવાનનો અંશ રહેતો નથી. એનાથી નદીઓ પણ અપવિત્ર થાય છે. બ્રહ્મપુરાણ અને મહાભારતના અનુશાસન પર્વમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે નદીઓને ગંદી કરવાથી દોષ લાગે છે.
ગણેશજીની આરતી
